ભારતીય જનતા પાર્ટીનો 42મો સ્થાપના દિવસ : કાર્યકર્તાઓ દ્વારા ધ્વજ લગાવી ઉજવણી કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-07 10:41:03
  • Views : 214
  • Modified Date : 2022-04-07 10:41:03

ભારતીય જનતા પાર્ટીનો 42મો સ્થાપના દિવસ હોઈ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા ના નિવાસ્થાને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા એકત્રિત થઈ ધ્વજ લગાવી સ્થાપના દિવસની ઉજવણી કરી હતી.

 

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના 42 વર્ષ પૂર્ણ થયા છે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના 42 વર્ષ પૂર્ણ થતાની સાથે જ સમગ્ર ભારતભરમાં આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઠેરઠેર ભારતીય જનતા પાર્ટી નો ધ્વજ લગાવી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપનાના 42 વર્ષ પૂર્ણ થતા આજે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા ના નિવાસ્થાને શશીકાંત પંડ્યા ની અધ્યક્ષતા માં 42 માં સ્થાપના દિવસની ભાજપના કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરવામાં આવી હતી આજે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા ના નિવાસ્થાને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભારતીય જનતા પાર્ટી નો ધ્વજ લગાવી 42 માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે બાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સદસ્યો દ્વારા ડીસાના તમામ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના ૪૨મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી આજે યોજાયેલા આ સ્થાપના દિવસ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

Download Our B K News Today App



Related News