૪૨૮ વર્ષ બાદ ઐતિહાસિક ભુચર મોરીના મેદાનમાં ૨૦૦૦ થી વધારે રાજપૂતાણીઓએ વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-24 15:19:17
  • Views : 480
  • Modified Date : 2019-08-24 15:19:17


સૌરાષ્ટ્રની ધરાનું ધ્રોલથી ૨ કીં.મી.દૂર ભુચર મોરીના મેદાનમાં પોતાના ક્ષત્રિય પહેરવેશથી સજજ ૨૦૦૦ જેટલી બહેનો દ્વારા એકસાથે તલવાર વિંઝી શૌર્યગાથાની સાથે મહિલા સશકિતકરણનો અદભૂત નજારો જોવા મળ્યો હતો.ગુજરાતનું ઐતિહાસિક સ્થળ જામનગર જિલ્લાના ધ્રોલથી આશરે ૨ કિં.મી.દૂર ભુચર મોરીના મેદાનમાં આશરે ૧૯૫૧ ની સાલમાં અઝિઝકોકા અને મુઘલસેનાની વચ્ચે યુધ્ધ ખેલાયુ હતું. આ યુધ્ધ સૌરાષ્ટ્રના ઇતિહાસમાં સૌથી મોટુ યુધ્ધ ગણાય છે. આ યુધ્ધ ગુજરાત સલ્લતનના છેલ્લા સુલતાન મુજજ્ફર શાહને બચાવવા માટે લડાયુ હતું. ભુચર મોરીના આ યુધ્ધના મેદાનમાં અંદાજીત ૩૦,૦૦૦ જેટલા રાજપૂતોએ પોતાની શહિદી વહોરી બલિદાન આપ્યા હતા. આ સૌરાષ્ટ્રના પાણીપત તરીકે ઓળખાય છે. દર વર્ષે ભુચર મોરીના યુધ્ધની યાદમા મેળો ભરાય છે. ભુચર મોરી ધ્રોલનો ઉચ્ચપ્રદેશ અને ઐતિહાસિક સ્થળ છે. યુધ્ધના સુચક સમાન અહીંયા પક્ષીઓના અવાજ પણ અપશુકન જેવા સંભળાયા હોવાનુ મનાય છે. ભુચર મોરી યુધ્ધ અને તેને સમર્પિત સ્મારકનું સ્થળ છે. હાલે આ સ્થળે શહિદોના પાળીયા પણ મોજુદ છે.આ ભુચરમોરીના શહિદવિરોને અનોખી રીતે શ્રધ્ધાંજલિ આપવા માટે ગુજરાતની ૨૦૦૦ થી વધારે જયારે ઉત્તર ગુજરાતમાંથી બનાસકાંઠા,પાટણ તેમજ કાંકરેજ તાલુકાની ૪૪ જેટલી બહેનો આ ઐતિહાસિક ધટનાની સાક્ષી બની હતી. આ ક્ષત્રિય સમાજની રાજપૂતાણીઓએ પોતાના પારંપારીક પહેરવેશમાં સુસજજ થઇ પોતાના કાંડાનુ કૌવત બતાવવા હાથમાં તલવાર લઇ વિરોના બલિદાનની શૌર્યતાના ગીતો અને સંગીત સાથે પૂર્વ સેનાધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી વિ.કે.સિંહ તેમજ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના ખ્યાતનામ રાજકીય તેમજ સામાજીક આગેવાનોની હાજરીમાં ગુજરાતની ૨૦૦૦ થી વધુ રાજપૂત બહેનોને પોતાના કલાના કામણ પાથરીમાં  ભવાનીનું નામ લઇ તલવાર બાજી કરી હતી.છેલ્લા કેટલાય સમયથી આ બહેનો અદભૂત નજારાની રાહ જોઇ રહી હતી.તાલીમ કરતી હતી એ આજે પુરી કરી હતી. દેશના રાજા રજવાડાના સુવર્ણયુગના ઇતિહાસની યાદ તાજી કરી શહિદ થનાર વીર યોધ્ધાઓને સાચા અર્થમાં શ્રધ્ધાસુમન અર્પણ કરી ગિનિઝબુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયું હતું.મહિલા સશકિતકરણના સાચા અર્થમા દર્શન થયા હતા.


" width="100%" style="height: 432px;" >

Download Our B K News Today App



Related News