ગુજરાતના ૬ જિલ્લામાં એડવાન્સ્ડ કોવિડ-૧૯ સિન્ડ્રોમિક સર્વેલન્સ, મેડિકલ સ્ટોરની ‘બાતમી’ દ્વારા ૪૧૬ કોરોના પોઝિટિવ પેશન્ટ મળ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-24 11:13:56
  • Views : 298
  • Modified Date : 2020-10-24 11:13:56

  ગુજરાતનાં  જિલ્લામાં કોવિડને લઇને શરૂ થયેલા એક અનોખા પ્રોજેક્ટમાં ખૂબ સારી સફળતા મળી રહી છે. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા હાથ ધરાયેલા આ પ્રોજેક્ટમાં કોરોનાને ઊગતો જ ડામવાની નીતિ અપનાવાઇ છે જેમાં મેડિકલ સ્ટોરમાં દવા લેવા જતાં કોવિડનાં લક્ષણો ધરાવતાં દર્દીઓની વિગતો મેડિકલ સ્ટોરના માલિક દ્વારા સીધી જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે પહોંચી જાય છે. આ વિગતોને આધારે કેન્દ્રના મેડિકલ ઓફિસર દર્દીનો સંપર્ક કરીને તેની સ્થિતિ સમજીને ટેસ્ટ કરી દે છે અથવા તો હોસ્પિટલમાં રીફર કરે છે.

   આ પ્રોજેક્ટ છ જિલ્લા ગાંધીનગરખેડાજૂનાગઢપોરબંદરમહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં અમલી બની ગયો છે. આ પ્રોજેક્ટમાં ટેસ્ટ-પોઝીટીવનો રેશિયો ૧૨.૩૨ ટકા જેટલો છે જે રાજ્ય સરકારનાં ટેસ્ટ-પોઝીટીવ રેશિયો ૨.૯૩કરતાં ૩૦૦ ગણો વધુ છે. પ્રોજેક્ટમાં ગુજરાત સરકારનો ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ડીપા. અને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર ગુજરાત પણ જોડાયા છે. આ પ્રોજેક્ટ હેઠળ મળેલા ૧૯૨૬૩ શંકાસ્પદ દર્દીમાં થી ૩૨૭૫ જેટલા દર્દીના કોવિડ ટેસ્ટ કરાયા હતા જેમાંથી ૪૧૬ પોઝિટિવ આવ્યા હતા. જે ટેસ્ટ ટુ પોઝિટિવ નો ૨.૯૩ ટકા રેશિયો બતાવે છે. તો બીજી બાજુ રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધી ૫૬,૩૮,૩૯૨ ટેસ્ટ કરાયા છે જેમાંથી ,૬૫,૨૩૩ પોઝિટિવ આવ્યા છે. જે ૧૨.૩૨ ટકાનો રેશિયો બતાવે છે.

આ એપ દ્વારા મેડિકલ સ્ટોર પર છ લક્ષણો - તાવશરદીખાંસીશ્વાસની તકલીફગળું દુખવું અને ડાયરિયાની દવા લેવા જે પણ દર્દી આવે તેની વિગતો એપમાં એડ કરાય છે. આ વિગત સીધી જ જે તે જિલ્લાનાં ગામ કે નગરપાલિકાનાં આરોગ્ય તંત્ર પાસે પહોંચી જાય છે. જે સીધો જ દર્દીનો સંપર્ક કરીને તેને જરુર જણાય તો ટેસ્ટ કરીને આઇસોલેટ કે હોસ્પિટલમાં દાખલ કરે છે. ઘણી વખત સર્વેમાં દર્દી કોઇ કારણસર ટ્રેસ ન થઇ શક્યો હોય તેવું બને. પણ આ સીસ્ટમમાં તો દર્દી દવા લેવા મેડિકલ પર જવાનો જ માટે તે ટ્રેસ થયા વગર રહેતો નથી. આ એપ દ્વારા મેડિકલ સ્ટોર અને ડોક્ટરોએ અમને આશરે ૧૯૨૬૩ શંકાસ્પદ કોવિડ દર્દીઓની વિગતો આપી. જેમનો સંપર્ક કર્યા બાદ અમે અત્યાર સુધી ૩૩૭૫ કોવિડનાં ટેસ્ટ કર્યાં જેમાંથી ૪૧૬ લોકો પોઝીટીવ મળ્યા છે.

   પ્રોજેક્ટ વિશે GIDMના આસિ. પ્રોફેસર અભિયંત તિવારીએ જણાવ્યું હતું કેઅમે એડવાન્સ્ડ કોવિડ-૧૯ સીન્ડ્રોમિક સર્વેલન્સ મોબાઇલ એપ ડેવલપ કરી છે. જેમાં છ જિલ્લા તંત્રની મદદથી ૩૩૦૦ મેડિકલ સ્ટોર૬૭૦ ખાનગી ડોક્ટર અને ૩૩૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો જોડાયા છે. વિવિધ છ લક્ષણ ધરાવતા દર્દીની વિગતો એપમાં ઉમેરાય છે.

ગાંધીનગરના સાણોદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડો. અંકિત શાહે જણાવ્યું કેસાણોદાનાં ૬૫ વર્ષીય વૃદ્ધે ગાંધીનગરમાં મેડિકલ સ્ટોરમાંથી દવા લીધી. સ્ટોર ઓનરને વૃદ્ધમાં કોવિડનાં લક્ષણો જણાતાં તેમની વિગતો એપમાં નાંખી. આ વિગતોનું મને એલર્ટ આવ્યા બાદ મેં વૃદ્ધનો સંપર્ક કર્યો અને તેમનો ટેસ્ટ કર્યો જે પોઝિટિવ આવ્યો.

   ખેડાના કપડવંજના મેડિકલ સ્ટોર માલિક વિનય પટેલે જણાવ્યું હતું કે દિવસ પહેલાં જયંતીભાઇ પટેલ આવ્યા હતાં. શરદીતાવઉધરસ હોઇ તેમણે પેરાસીટામોલ અને એઝીથ્રોમાઇસીન વગેરે દવા માંગી. કોવિડનાં લક્ષણો હોઇ તેમને ટેસ્ટની સલાહ આપી. હાલ તેઓ નડિયાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ રીકવર થઇ રહ્યાં છે.

Download Our B K News Today App



Related News