સચિવાલયમાં એન્ટ્રી માટે ૪૦૦થી વધુ લોકોને બ્લેક લિસ્ટ કરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-09 11:44:09
  • Views : 446
  • Modified Date : 2020-08-09 11:44:09

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સચિવાલયમાં અને અન્ય સરકારી કચેરીઓમાં અનેક લોકો પોતાની સમસ્યાની રજૂઆત કરવા માટે સચિવાલય આવતા હોય છે, પરંતુ રજૂઆત યોગ્ય ન થઈ શકી હોય અથવા તો અરજદારનું કામ પૂર્ણ ન થવાને કારણે અનેક લોકોએ આત્મવિલોપનની ચીમકી
આપી છે. સલામતીના ભાગરૂપે ગાંધીનગર પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૪૦૦થી વધુ લોકોને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે. વિભાગ દ્વારા પોલીસને સૂચના આપવામાં આવતા ગાંધીનગર પોલીસ દ્વારા આવા તમામ લોકોને બ્લેક લિસ્ટ કરવામાં આવે છે.
વિધાનસભા સત્ર દરમિયાન પણ અનેક લોકો દ્વારા આત્મવિલોપનની ચીમકી કે આંદોલનની ચીમકી આપવામાં આવે છે, ત્યારે પણ ગાંધીનગર પોલીસ સલામતીના ભાગરૂપે આ તમામ લોકોની અટકાયત કરવામાં આવે છે. ત્યારબાદ તેઓને સચિવાલયમાં પ્રવેશવાની પરવાનગી
આપવામાં આવતી નથી. ગાંધીનગર સચિવાલયમાં તથા સરકારી અનેક વિભાગો આવ્યા છે. જેમાં અરજદાર પોતાની રજૂઆત બરાબર ન થઈ શકી હોય ત્યારે તેઓ વારંવાર સચિવાલય આવતા હોય છે. તે દરમિયાન તેઓ અધિકારીઓ સાથે ગેરવર્તન કરે છે અથવા તો ઓફિસની બહાર જ આત્મવિલોપનની ચીમકી પણ આપે છે.
અત્યાર સુધીમાં કુલ ૪૦૦ જેટલા લોકોને સચિવાલયમાં બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે લોકોએ પ્રધાનોની ઓફિસની બહાર પણ આત્મવિલોપનની ચીમકી આપી હોવાને કારણે સલામતીના ભાગરૂપે આ તમામ લોકોને સચિવાલયની અંદર પ્રવેશ
આપવામાં આવતો નથી. તેમને બ્લેક લિસ્ટ કરી દેવામાં આવે છે.

Download Our B K News Today App



Related News