ધાનેરા તાલુકા કક્ષાનો યુવા મહોત્સવમાં ૪૦૦ લોકોએ ભાગ લીધો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-21 12:00:15
  • Views : 429
  • Modified Date : 2019-09-21 12:00:15

ધાનેરા તાલુકા કક્ષાનો ૫૨મો યુવા મહોત્સવ ધાનેરાની ડી.બી. પારેખ હાઇસ્કૂલ ખાતે યોજાયો હતો. જેમાં તાલુકાની તમામ માધ્યમિક શાળાઓએ ભાગ લીધો હતો. આ ૪૨ વિવિધ વિભાગોમાં ૪૦૦ કરતા વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને વિનર થનાર ટીમોને ઇનામો પણ આપવામાં આવ્યા હતા.
સરકાર દ્વારા યુવાનોમાં
પડેલી વિવિધ શક્તિઓ બહાર લાવવા માટે અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેમાં ખેલ મહાકુંભ હોય કે યુવા મહોત્સવ હોય એના દ્વારા ગામડાઓમાં રહેલા યુવાનોને આ બાબતે એક તક આપવામાં આવે છે. આવોજ ધાનેરા તાલુકા કક્ષાનો ૫૨મો યુવા મહોત્સવ ધાનેરાની
ડી.બી.પારેખ હાઇસ્કૂલના આંગણે યોજવામાં આવ્યો હતો. ધાનેરાના ધારાસભ્ય નથાભાઇ પટેલે દીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. અને તેમની સાથે અન્ય મહાનુભાવો પણ ઉપÂસ્થત રહ્યા હતા.  તાલુકાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ મેઇન સ્ટેજ ઉપર વિવિધ લોક નૃત્યના કાર્યક્રમો રજૂ કરીને હાજર રહેલા મહેમાનો અને લોકોના દિલ જીતી લીધા હતા.  આ અંગે ધાનેરા ધારાસભ્ય નથાભાઇ પટેલે જણાવેલ કે આ ગામડાઓમાંથી આવીને આટલુ સરસ  પ્રર્ફોમન્સ  કરેલ છે તે ધન્યવાદને પાત્ર છે. આવા વિદ્યાર્થીઓને આપણે પણ પ્રોત્સાહન આપીને રાજ્ય લેવલે મોકલવા જોઇએ જેથી આપણા તાલુકાનું નામ પણ ઉજાગર થાય. જ્યારે સરાલ ગામની વિવેકાનંદ સ્કૂલમાં ભણતી વિદ્યાર્થીનીએ એટલા મધુર આવાજમાં ગીત રજૂ કરતા લોકો પણ મુગ્ધ રહી ગયા હતા. આ કાર્યક્રમમાં આવનાર તમામ સ્પર્ધકોને ભોજનના દાતા તરીકે મફતસિંહ બારોટ , મંડપ અને સાઉન્ડના દાતા ફોજસિહ રાજપૂત અને ઇનામના દાતા તરીકે રમેશભાઇ ઠકકર હોવાથી તેમનુ પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ યુવા મહોત્સવમાં વિવિધ ૪૨ જેટલી સ્પર્ધાઓમાં તાલુકાની ૩૨ શાળાઓ અને અ, બ અને ખુલ્લા વિભાગમાં થઇને  ૪૦૦ જેટલા લોકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય નથાભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય જોઇતાભાઇ પટેલ, પ્રાંત અધિકારી એમ.બી.ઠાકોર, મામલતદાર બી.એમ.ખરાડી, ન.પા.પ્રમુખ યુસુફખાન બેલીમ તેમજ અન્ય આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમના તાલુકા કન્વીનર એસ.એસ. સોલંકી તેમજ મંત્રી ડી.એમ. કણબી અને તેમની ટીમે આ કાર્યક્રમનું સુંદર રીતે આયોજન કર્યુ હતુ.

Download Our B K News Today App



Related News