થરાદની ભાચર ગૌશાળામાં ૪૦ પશુઓના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-24 12:11:51
  • Views : 459
  • Modified Date : 2020-05-24 12:11:51

કોરોના કહેર અને અસહ્ય ગરમી વચ્ચે બનાસકાંઠાની એક ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગ થતા ૪૦ જેટલા પશુઓના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. જોકે ગૌશાળાના સંચાલકો અને ગોવાળની બેદરકારીના કારણે પશુઓના મોત થયા હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા.
બનાસકાંઠામાં થરાદ તાલુકાના ભાચર ગામે આવેલી ગૌશાળામાં ૪૦ જેટલા
પશુઓના ફૂડ પોઈઝનિંગના કારણે મોત થયા છે. ગત બપોરના સમયે એરંડા ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થતા એક બાદ એક પશુ તરફડવા લાગ્યા હતા અને તરફડયા બાદ ૪૦ જેટલા પશુઓના મોત થયા છે. આ બનાવની જાણ થતા જ ગૌશાળાના સંચાલકો પણ દોડી આવ્યા હતા અને મોડી રાત્રે મૃત્યુ પામેલા તમામ પશુઓને જેસીબી મશીન દ્વારા ખાડાઓ ખોડી દફનાવી દીધા હતા.આ બનાવની જાણ થતા જ ગ્રામજનો પણ ઘટનાસ્થળે આવ્યા હતા. જ્યારે ગૌશાળાના સંચાલકો અને ગોવાળની બેદરકારીના કારણે પશુઓના મોત થયા હોવાના ગ્રામજનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ૪૫ ડીગ્રી ગરમીમાં એરંડા ખવડાવ્યા બાદ પાણી પીવડાવી પશુઓને દોડાવતા અબોલ પશુઓ મોતને ભેટયા છે. જોકે આ મામલે ગૌશાળાના સંચાલકોએ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. ત્યારે બેદરકારી ગમે તેની હોય પરંતુ અત્યારે ૪૦ જેટલા અબોલ પશુઓના મોત થતા જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

Download Our B K News Today App



Related News