બર્ડ ફ્લેુના કહેર વચ્ચે પાટનગરમાં દોરીથી ઘાયલ ૪૦ પક્ષીઓની સર્જરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-16 11:40:04
  • Views : 285
  • Modified Date : 2021-01-16 11:40:04

ઉત્તરાયણની મજા અબોલ પક્ષીઓ માટે સજા બનતી હોય છે. પક્ષી પ્રેમીઓ દ્વારા કરવામાં આવેલી અપીલનુ નાગરિકો ખાસ ધ્યાન રાખી રહ્યા છે. તેમ છતા ધાતક દોરોથી ઘાયલ થવાના કેસ સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં ઉત્તરાયણ અને વાસીઉત્તરાયણ દરમિયાન ૪૦ જેટલા પક્ષીઓને ઇજા થવાના કોલ મળ્યા હતા. જેમાં ઘાતક દોરીથી સારવાર બાદ
પણ ૧૫ જેટલા અલગ અલગ પક્ષીઓએ દમ તોડ્યો હતો.
ગાંધીનગર શહેરમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણનું પર્વ હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવ્યુ હતુ. સમગ્ર જિલ્લામાં ક્યાંય મોટી જાનહાની સામે આવી નથી. કોરોના વાયરસના કારણે નાગરિકોએ સમજીને ઉજવણી કરી છે. ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારમાં ઘાતક દોરીના કારણે આકાશમાં વિહરતા પક્ષીઓને ઇજાના બનાવો સામે આવ્યા છે. એક તરફ બર્ડ ફ્લુનો કહેર ચાલી રહ્યો છે. તેવા સમયે ગાંધીનગરના સેવાકીય સંસ્થાઓ અને મહાપાલિકાની ટીમના સભ્યો પક્ષીઓ બચાવવા દોડા દોડી કરતા જાેવા મળ્યા હતા.
ખુલ્લા ગગનમા વિહરતા
પક્ષીઓ ક્યાંથી આવ્યા હશે તે ભાગ્યે જ તુરંત કોઇ કહી શકે છે. બર્ડ ફ્લુનો કહેર વધી રહ્યો છે. તમામ પોલ્ટ્રી ફાર્મ ઉપર રાઉંધ ક્લોક કર્મીઓ કામગીરી કરી રહ્યા છે. ત્યારે બે દિવસના ઉત્તરાયણના તહેવારમાં ઘાતક દોરીના કારણે શહેરમાં ૧૫
પક્ષીઓ મોતને ભેટ્યા છે. જેમાં ૮ કબુતર, ૧ સમડી, ૧ કાબર અને ૩ બ્લેક આઇબસીસ (કાકડચંદ)નો સમાવેશ થાય છે. જ્યારે ૪૦ જેટલા અલગ અલગ પક્ષીઓ ઘાયલ થયા છે. જેમાં કોઇકની પાંખ કપાઇ ગઇ છે, તો કોઇક પક્ષીની ચાંચ કપાવા
પામી છે. ત્યારે તમામ
પક્ષીઓની સારવાર કલેક્ટરની સીધી દેખરેખ હેઠળ અમિત ગોંડ, મહાપાલિકાના મૌલિક
પટેલ, સ્નેહલ પ્રજાપતિ સહિતની ટીમ કામગીરી કરતી હતી.

Download Our B K News Today App



Related News