ગોંડલ-દેરડીના હાઈવે પર ઈકો કારમાં 40 મુસાફરોનો સવાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-05 17:33:08
  • Views : 73
  • Modified Date : 2024-03-05 17:33:08

રાજકોટના ગોંડલ-દેરડીના હાઈવે પર ઈકો કારમાં 40 મુસાફરો સવાર છે. ગોંડલ-દેરડીના હાઈવે પર જઇ રહેલી ઇકો કારમાં 40 લોકો બેસાડાયા હતા. ઈકો કાર ઉપર બાળકો સહિત 18 થી 20 લોકોને બેસાડ્યા હતા. કારની અંદર પણ 20 લોકોને ઠાંસી ઠાંસીને ભરવામાં આવ્યા હતા. કારમાં સવાર તમામ મૂળ મધ્ય પ્રદેશના હોવાની માહિતી મળી છે. તેમજ આ ઈકો કારનું પાસિંગ વડોદરાનું હોવાનું સામે આવ્યું છે. ઇકો કારમાં જોખમી સવારીને લઇને અનેક સવાલો સર્જાયા છે. બનાસકાંઠામાંથી પણ આવા જ દૃશ્યો સામે આવ્યા હતા.જ્યાં શ્રમિકોને પીકઅપ વાહનોમાં ઠાંસી-ઠાંસીને લઈ જવાઈ રહ્યા હતા. તેમજ એક આવી જ જીપનો અકસ્માત થતાં 3 શ્રમિકોના મોત નીપજ્યા હતા.

Download Our B K News Today App



Related News