મહુવા નજીક માલણ નદીમાં 4 યુવાન ડૂબ્યા, 2 યુવાનના મૃતદેહ મળ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-27 14:55:47
  • Views : 124
  • Modified Date : 2023-08-27 14:55:47

 ભાવનગરના મહુવા નજીક માલણ નદીમાં ચાર યુવાનો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. નાનાજાદરા અને કુંભણ વચ્ચે માલણ નદીમાં નહાવા ગયેલા યુવકોમાંથી 2 યુવકના મૃતદેહ મળ્યા છે. જ્યારે ફાયરના જવાનો અને તરવૈયાઓ બે ગુમ યુવાનોની શોધખોળ હાથ ધરી હતી. તમામ યુવાનો મહુવાના રૂપાવટી ગામના હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.તો આ અગાઉ ગીર ગઢડાની હરમડિયા ગામની નદીમાં પણ બે યુવકો તણાયા હોવાનું સામે આવ્યુ હતુ. સ્થાનિક તરવૈયાઓએ ડૂબેલા યુવકની શોધખોળ હાથ ધરી હતી. મામલતદાર સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. યુવકો નદીમાં નાહવા ગયા હતા તે દરમિયાન અચાનક પૂર આવતા દુર્ઘટના સર્જાઈ હતી.

Download Our B K News Today App



Related News