ભાવનગરની મેડિકલ કોલેજમાં 3 જુનિયર વિદ્યાર્થીનું અપહરણ અને રેગિંગ કરનાર 4 ‘શૈતાન’ સિનિયર્સને કરાયા સસ્પેન્ડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-09 13:37:04
  • Views : 53
  • Modified Date : 2025-03-09 13:37:04

ભાવનગરની મેડિકલ કોલેજમાં સિનિયર ડોકટરના રુપમાં રહેતા શેતાનોએ જુનિયર ડોકટરનું રેગિંગ કરતા ચકચાર મચી છે. જેની કાર્યવાહીની ભાગરુપે રેગિંગ કરનાર 4 વિદ્યાર્થીને સસ્પેન્ડ કરાયા છે.

ભાવનગરની મેડિકલ કોલેજમાં 3 જુનિયર વિદ્યાર્થીનું અપહરણ અને રેગિંગ કરનાર 4 'શૈતાન' સિનિયર્સને કરાયા સસ્પેન્ડ, જુઓ Video


ભાવનગરની મેડિકલ કોલેજમાં સિનિયર ડોકટરના રુપમાં રહેતા શેતાનોએ જુનિયર ડોકટરનું રેગિંગ કરતા ચકચાર મચી છે. ભાવનગર મેડિકલ કોલેજમાં જુનિયર ડોક્ટરો સાથે થયેલી રેગીંગની ઘટનાને લઈ વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેના પગલે NSUI પણ મેદાનમાં આવ્યુ હતું.


NSUI દ્વારા મેડિકલ કેમ્પસમાં વિદ્યાર્થીઓ સાથે પહોંચીને ડીનની ઓફિસમાં સુત્રોચાર સાથે વિરોધ કર્યો હતા. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા તાત્કાલિક કડક પગલા લેવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. જેની કાર્યવાહીના ભાગ રુપે એન્ટી રેગીંગ કમિટીની બેઠકમાં કરવામાં આવી હતી. જેમાં 4 વિદ્યાર્થીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ આ ડોકટરને ઇન્ટર્નશિપ કમ્પ્લીશન સર્ટિફિકેટ પણ ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Download Our B K News Today App



Related News