અમીરગઢ ચેકપોસ્ટ પરથી સ્વિફટ કારમાંથી ચાર પિસ્તોલ, ૧૬ કારતૂસ ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-04 11:36:52
  • Views : 393
  • Modified Date : 2020-09-04 11:36:52

અમીરગઢ ચેકપોસ્ટ પર ગુરુવારે ચેકિંગ દરમિયાન હથિયારો તેમજ કારતૂસ સાથે ઉત્તર પ્રદેશના ચાર લોકોને
 પોલીસે ઝડપી પાડયા હતા. એક સાથે ચાર દેશી બનાવટની પિસ્તોલ તેમજ ૧૬ જેટલા જીવતા કારતૂસ મળી આવતા
પોલીસે ચારેય આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે.
ગુજરાત સરકાર ગુજરાતને ગુંડાઓથી બચાવવા માટે ભલે કડક કાયદાઓ બનાવતી હોય
પરંતુ ગુજરાતમાં ગેરકાયદેસર હથિયારો ઘુસાડવાની કામગીરી અસામાજિક તત્વો મોટા પ્રમાણમાં કરી રહ્યા છે. ગુજરાતની સૌથી મહત્વની ગણાતી અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસ ગાડીઓનું ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન ઉત્તરપ્રદેશની એક સ્વિફટ કારની તપાસ કરતા તેમાંથી ચાર હાથ બનાવટની પિસ્તોલ તેમજ ૧૬ જીવતા કારતૂસ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. એક સાથે ચાર પિસ્તોલ તેમજ જીવતા કારતૂસ મળી આવતા
પોલીસે તાત્કાલિક ધોરણે ગાડીમાં બેઠેલા ચાર ઇસમોને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે ચાર ઇસમોને પકડીને આટલા મોટા પ્રમાણમાં હથિયારનો જથ્થો ક્યાં લઈ જવાતો હતો તે મામલે વધુ
તપાસ હાથ ધરી છે. ગુજરાતના જે વિસ્તારના લોકો આ
આરોપીઓના સંપર્કમાં હતા. તેમના મોબાઇલ ડિટેઇલના આધારે તપાસ કરી વધુ
આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અમીરગઢ
 પોલીસ સ્ટેશને ઉત્તર પ્રદેશના આ ચારેય ઈસમો સામે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ગેરકાયદેસર હથિયારો ઘુસાડવા માટે પ્રયત્નો થઇ રહ્યા છે. પોલીસની સતર્કતાએ હથિયાર ઘૂસાડવા પ્રત્યનો કરતા
આરોપીઓ ઝડપાયા છે. ત્યારે ગુજરાતની આંતરરાજ્ય ચેકપોસ્ટો પર પોલીસ વધુ સઘન ચેકિંગ કરે તો ગુજરાતમાં હથિયાર ઘુસાડતી ટોળકીને અટકાવી શકાય.

Download Our B K News Today App



Related News