મહુધા તાલુકાના 5 પીએચસીમાંથી 4 માં એમબીબીએસ ડૉક્ટર જ નથી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-21 16:33:51
  • Views : 41
  • Modified Date : 2025-04-21 16:33:51

નડિયાદ : મહુધા તાલુકામાં ચૂણેલ પીએચસી સિવાય સિંધાલી, નાની ખડોલ, સલાણી અને અલીણા આરોગ્ય કેન્દ્રોમાં એમબીબીએસ ડૉક્ટર ઉપલબ્ધ નથી. ચાર પીએચસી આયુષ્ય ડૉક્ટરના સહારે ચાલી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા મહુધા તાલુકાના પીએચસીમાં એમબીબીએસ ડૉક્ટરની નિમણૂક કરાય તેવી માંગણી ઉઠી છે.

મહુધા તાલુકાના સિંધાલી, નાની ખડોલ, સણાલી, અલીણા તેમજ ચૂણેલ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલા છે. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગ્રામ્ય વિસ્તારમાં બીમારીથી પીડાતા લોકો માટે આશીર્વાદ પુરવાર થયા છે પરંતુ નવાઈની વાત એ છે કે છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એમબીબીએસ ડોક્ટરોની જગ્યા ખાલી છે. આ આરોગ્ય કેન્દ્રમાં આયુષ ડોક્ટર મૂકવામાં આવ્યા છે. જેથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શોભાના ગાંઠિયા જેવા પુરવાર થયા છે. આ પાંચ આરોગ્ય કેન્દ્રમાંથી માત્ર ચૂણેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જ એમબીબીએસ ડોક્ટર ફરજ બજાવી રહ્યા છે. જેથી દર્દીઓને ના છુટકે ખાનગી દવાખાનામાં મોંઘી સારવાર કરાવવાની ફરજ પડી રહી છે. ત્યારે સરકાર દ્વારા વહેલી તકે મહુધા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એમબીબીએસ ડોક્ટરની નિમણૂક કરાય તેવી ગ્રામજનોમાંથી માંગણી ઉઠવા પામી છે.

Download Our B K News Today App



Related News