પત્નીને જુગારમાં હારી ગયો પતિ, 4 મિત્રોએ કપડાં ફાડી નાંખ્યા અને પછી….

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-21 14:26:10
  • Views : 1453
  • Modified Date : 2019-09-21 14:26:10

જુગાર રમવાના શોખીન એક પતિએ પોતાની પત્નીને જ દાવ પર લગાવી દીધી. દાવ હાર્યા બાદ તેના ચાર મિત્રો તેની પત્ની પર હક જમાવવા લાગ્યા અને તેની સાથે બળાત્કારનો પ્રયાસ કર્યો. પત્નીએ કોઇ રીતે કિચનમાં જઇને પોતાની ઇજ્જત બચાવી લીધી અને પોલીસને ફોન લગાવ્યો.

પોલીસ આવી  અને ફાટેલા કપડામાં મહિલા અને રેપનો પ્રયાસ કરનાર નરાધમોને પકડીને લઇ ગઇ પરંતુ થોડી વારમાં પતિ-પત્નીનો વિવાદ ગણાવતા નરાધમોને છોડી મુકવામાં આવ્યા. સમાજને શરમસાર કરતી આ ઘટના ઉત્તર પ્રદેશના કાનપુરની છે.

કાનપુરના કલ્યાણપુર થાના ક્ષેત્રમાં રહેતી એક મહિલાએ પોતાના જ પતિ પર આરોપ લગાવ્યો કે તેનો પતિ તેને જુગારમાં હારી ગયો. તે બાદ તેના મિત્રોએ તેની સાથે બળાત્કારનો પ્રયાસ કર્યો પરંતુ તેણે કોઇપણ રીતે પોતાની ઇજ્જત બચાવી લીધી.

મહિલાએ કલ્યાણપુર પોલીસસ્ટેશનમાં તેની ફરિયાદ કરી જેના પર તમામ આરોપીઓ વિરુદ્ધ રેપનો કેસ નોંધવામાં આવ્યો છે.

પીડિતાએ રડતાં કહ્યું કે મારા પતિએ મને જુગારમાં દાવ પર લગાવી અને મને હારી ગયો. તે બાદ મે પોલીસને આ અંગે જાણ કરી દીધી. પોલીસે મારી સાથે યુવકોની પણ ધરપકડ કરી. મારા કપડા ફાટેલા હતા પરંતુ પોલીસે પૈસા લઇને તેમને છોડી મુક્યાં, તેમણે મારી સાથે બળાત્કારનો પ્રયાસ કર્યો જ્યારે પોલીસે જણાવ્યું કે પતિ-પત્નીનો પરસ્પરનો વિવાદ છે.

મહિલાનો આરોપ છે કે તેના પતિને નશાની આદત છે અને તે 15 સપ્ટેમ્બરના રોજ પોતાના મિત્રો સાથે ઘરમાં જુગાર રમતો હતો. જ્યારે તેની પાસે પૈસા પૂરા થઇ ગયાં તો તેણે પોતાની પત્નીને દાવ પર લગાવી દીધી.


Download Our B K News Today App



Related News