સાંતલપુર નજીક અકસ્માતમાં એક જ પરિવારના 4 સભ્યોના મોત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-13 12:41:31
  • Views : 85
  • Modified Date : 2023-12-13 12:41:31

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે રાજ્યમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે. પાટણના સાંતલપુર નજીક અકસ્માતમાં એક જ પરિવારના 4 વ્યક્તિના મોત થયા છે. અકસ્માતમાં પતિ-પત્ની અને 2 બાળકોના મોત થયા છે. પશુને બચાવવા જતાં કાર રોડની સાઈડમાં ખાડામાં ઉતરી જતા અકસ્માત સર્જાયો છે. તો પાણીના ખાડામાં કાર ડૂબી જવાથી 4 વ્યક્તિઓના મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. તો ફાંગલીનો પરિવાર ચારણકા ખાતે લગ્નમાં જઈ રહ્યો તે સમય અકસ્માત નડ્યો હતો.

Download Our B K News Today App



Related News