ગાંધીનગર જિલ્લામાં ૭૧ માં વન મહોત્સવમાં ૪ લાખ રોપાનું વિતરણ કરાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-26 12:09:29
  • Views : 361
  • Modified Date : 2020-06-26 12:09:29

૭૧ માં વન મહોત્સવ માટે જિલ્લા કક્ષાની આયોજનની બેઠકમાં કલેકટર કુલદીપ આર્યએ ગાંધીનગર જિલ્લાને  વૃક્ષાદિત કરી પર્યાવરણને શુદ્ધ બનાવવા અપીલ કરી છે.
કલેકટર ડો.કુલદીપ આર્યએ વધુમાં જણાવ્યું કે વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક તો છે જ પણ તેમાંથી કેટલાનો ઉછેર થાય છે તે મહત્વનું છે બિન સરકારી સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ, પંચાયતો, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાને વન વિભાગ દ્વારા મફત રોપાઓનું વિતરણ કરવામાં આવશે. આ રોપાઓનો પાંચ વર્ષ સુધી ઉછેર ઉપર ધ્યાન આપવામાં આવે તો ખરેખર ગાંધીનગરને આપણે હરિયાળુ બનાવી શકીશું. કલેકટરે વ્યકિતગત રીતે ખેડૂતો, શાળાઓ, પંચાયતો,
હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય, કેન્દ્રો, ઔધોગિક એકમો, રોડની બંને સાઇડ, કેનાલોની સાઇડ તેમજ ખરાબાની ખુલ્લી જગ્યાઓ પર શકય તેટલા મહત્તમ રોપા વાવવાનું આયોજન કરવા જણાવ્યું હતું.
 જિલ્લામાં વન મહોત્સવ દરમ્યાન વિતરણ કરવામાં આવનાર રોપાના દરની વિગતો આપતા નાયબ વન સંરક્ષક એન.એન.ડામોરે જણાવ્યું કે, ગાંધીનગર માણસા, દહેગામ અને કલોલ તાલુકામાં નર્સરીઓમાંથી રોપા મળેવવા માટે  ૧૨ટ૨૦ સે.મી.ની.
પોલીથીન બેગમાં આર્યુવેદિક, ફુલછોડ અને વેલા વગેરે પ્રકારના રોપા તથા ૧૫ટ૨૫ સે.મી.ની. પોલીથીન બેગમાં સ્થાનિક રીતે મળી આવતા વિવિધ વૃક્ષની જાતોના રોપા ઉછેરાશે તથા આ પ્રકારની થેલીના રોપાનું મફત વિતરણ કરાશે. કોઇપણ વ્યકિત/સંસ્થાને
પોતાના ઉપયોગ માટે જોઇએ તેટલા રોપા મફત આપવામાં આવશે અને ૧૦૦ થી વધુ રોપા ઉછેરનારને માર્ગદર્શન આપવામાં આવશે અને વાવેતર પછી સામાજીક વનીકરણ ક્ષેત્રે યથાયોગ્ય મોડલ હેઠળ સમાવેશ કરાશે.

Download Our B K News Today App



Related News