અંબાજી મંદિરમાં બરોડાના ભક્તે ૪ લાખનું દાન આપ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-12 05:38:25
  • Views : 485
  • Modified Date : 2019-04-12 05:38:25

શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે શક્તિપીઠ અંબાજી ગુજરાતનું મોખરાનું યાત્રાધામ છે. હાલમાં ચૈત્રી નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે. ત્યારે ગતરોજ વિશ્વ વિખ્યાત શક્તિપીઠ અંબાજીમાં એકમથી છઠ્ઠા નવરાત્રિ સુધી  અંબાજી  મંદિરમાં માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ હતું. હાલમાં ઉનાળો ચાલતો હોઈ અંબાજી મંદિરમાં પીવાના પાણીના કેરબા જલ્દી ખતમ થઇ જાય છે અને બપોરે કેટલીક વાર માઈ ભક્તોને પીવાના પાણી માટે ભારે તકલીફ પડી રહી છે. આમ પાણીના ૪ લાખ રૂપિયા આપવા છતા પણ પાણીના કેરબા કેમ વધારવામાં આવતા નથી તે પ્રશ્ન હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
અંબાજી મંદિરમાં પીવાના પાણીના કેરબા ચૈત્રી નવરાત્રિના દિવસોમાં માઈ ભક્તો માટે મંગાવવામાં આવે છે. પણ આ કેરબાઓની સંખ્યા વધારવામાં આવતી નથી અને ભક્તોની ભારે ભીડ હોવા છતાં અહીં પાણી ભક્તો પીવા જાય તો જલ્દી ખાલી થઇ જાય છે અને માઈ ભક્તો ઘણી વાર તરસ્યા પાછા જાય છે અને માઈ ભક્તોની આસ્થાને ભારે ઠેશ
પહોંચે છે. તો તાત્કાલિક અંબાજી મંદિરના સત્તાધીશોએ માઈ ભક્તો માટે  પીવાના પાણીના કેરબાઓ સવારે, બપોરે અને સાંજે વધારે તેવી માંગ ઉભી થવા પામી છે.

Download Our B K News Today App



Related News