રાજસ્થાન ના આબુરોડ હાઇવે પર એક ભયાનક માર્ગ અકસ્માત 4 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા બે ઇજાગ્રસ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-12 10:47:07
  • Views : 328
  • Modified Date : 2022-05-12 10:47:07

 

રાજસ્થાન ના આબુરોડ હાઇવે પર એક ભયાનક માર્ગ અકસ્માત ની ઘટના સામે આવી છે જેમાં અજાણ્યા વાહન ચાલકે કાર ને અડફેટે લીધા બાદ અકસ્માત ગ્રસ્ત કાર માંથી બહાર આવેલ લોકોને ટ્રેલર ચાલકે અડફેટે લેતા 4 લોકોન અઘટના સ્થળે મોત નિપજ્યા હતા.જ્યારે  બે ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છેએક પરિવારના ચાર સભ્યોના દર્દનાક મોતથી પરિવારજનો અને સ્વજનોમાં શોકનો માહોલ છવાયો છે . . . . 

 

 ઘટનાની વિગત જોઈએ તો આજે સવારે સુંધા માતાના મંદિરે દર્શન કરીને કારમાં પરત ફરી રહેલા નાના બેડાના પરિવારને અજાણ્યા વાહને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. જ્યારે અકસ્માત ગ્રસ્તકારમાંથી તમામ સભ્યોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા પછી પરિવારના સભ્યો ડિવાઈડર પર બહાર આવી ઊભા રહ્યા હતા તે સમયે એક અનિયંત્રિત કન્ટેનર ના ચાલકે ડિવાઈડર  પાસે ઉભેલા લોકોને ટક્કર મારતા 2 લોકો ના  ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત થયા હતા. તેમજ અન્ય ચાર ઘાયલોને ગંભીર હાલતમાં સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન વધુ બે લોકોના મોત થયા હતા અકસ્માતમાં નાના બેડાના રહેવાસી ગોવિંદરામ, બાબુલાલ, માનશીદેવી, દુર્ગાદેવીનું મૃત્યુ થયું હતુંજ્યારે તનિષ્ક અને પુષ્પાબેનને ગંભીર ઈજાઓ થતાં ખાનગી ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે ખસેડાયા હતા. સમગ્ર મામલે સિરોહી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે .

 

Download Our B K News Today App



Related News