શ્રાવણીયો જુગાર રમતા ચાર ઈસમોને પકડી પાડતી ડીસા ઉત્તર પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-19 12:17:06
  • Views : 488
  • Modified Date : 2019-08-19 12:17:06

બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રદિપ સેજુલે  જિલ્લામાં દારૂ જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા તથા  ઋષિકેશ ઉપાધ્યાય 
ના.પો.અધિક્ષક ડીસા ડિવિઝનના માર્ગદર્શન મુજબ  જે.એન.ખાંટ પોલીસ ઇન્સ્પેકટર, ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનના તથા ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટાફના ચિરાગકુમાર ગમાનભાઈ, ભુરાભાઈ કેવદાભાઈ, સંજયકુમાર પ્રેમજીભાઈ, પ્રેમજીભાઈ ચોથભાઈ વગેરે સ્ટાફના
પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન બાતમી હકીકત આધારે ડીસા બેકરી કુવા વ્હોળા નાળાની પાસે બાતમી હકીકત આધારે તીન પત્તી જુગારની રેઇડ કરતાં રાજેશપુરી ગૌસ્વામી, મુકેશપુરી ગૌસ્વામી, ચીનાજી  ઠાકોર અને નરેશપુરી ગૌસ્વામીને પકડી પાડી  ઇસમો પાસેથી રોકડ રૂપિયા ૧૪,૩૫૦/-  નો મુદામાલ
પકડી પાડી તમામ વિરૂધ્ધ ડીસા શહેર ઉત્તર પો.સ્ટે. જુગાર ધારા મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

Download Our B K News Today App



Related News