ધાનેરાના વાસણ પાસે ટવેરા ગાડીમાંથી પિસ્તોલ સાથે ચાર ઇસમ ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-18 11:36:47
  • Views : 341
  • Modified Date : 2021-03-18 11:36:47

થરાદના મદદનિશ પોલીસ અધિક્ષક પૂજા યાદવએ મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા આપેલ સુચના હોવાથી બુધવારે ધાનેરા પોલીસ સબ ઇન્સ્પેકટર બી.સી.છત્રાલીયા તેમની ટીમના ઇશ્વરભાઇ, અશોકભાઇ, સાથે ધાનેરા
પો.સ્ટેની વાસણ ચેક પોસ્ટ
ઉપરથી તપાસમાં હતા ત્યારે રાજસ્થાન તરફથી આવતી એક ટવેરા ગાડી નં. એમ.એચ. ૦૮ ઝેડ ૧૫૩૫ને ઉભી રખાવી તપાસ કરતાં આ ગાડીમાંથી એક હાથ બનાવટની એક પિસ્તોલ મળી આવેલ જેથી પોલીસ દ્વારા આ ગાડીની પુરી તપાસ કરતાં સિલ્વર કલરની ચળકતી ધાતુ રૂપાના ટુકડા નંગ-છ ટુકડા મળી આવેલ. ધાનેરા પોલીસ કુલ કિ.રૂ.૫,૦૦,૦૦૦/- ના મુદામાલ કબ્જે કરી  આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News