ગાંધીનગરમાં વધુ એક કોરોના પોઝીટીવ, ૪ દિવસમાં ૩ નવાં કેસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-13 11:43:15
  • Views : 548
  • Modified Date : 2020-04-13 11:43:15

ગાંધીનગર જિલ્લામાં આજે કોરોના પોઝીટીવનો વધુ એક કેસ મળવા સાથે છેલ્લાં ચાર દિવસમાં એક મોત સાથે નવાં ત્રણ કેસ નોંધાતાં ફફડાટ વ્યાપી ગયો છે. જો કે, આ ચાર દિવસમાં જ કોરોના
પોઝીટીવનાં નવાં ચાર સાથે કુલ સાત દર્દીઓ સાજા થતાં હાશકારો અનુભવાયો છે.
ગાંધીનગરમાં ગઈ ૨૧ માર્ચથી કોરોના વાયરસના થયેલાં પગપેસારાંમાં ૩૧ માર્ચ સુધીમાં કુલ ૧૦ પોઝીટીવ કેસ નોંધાયા હતા. આ પછી ૪ માર્ચના રોજ કોરોના પોઝીટીવનો આંક ૧૩ થઈ ગયો હતો. ફરી એકવાર ચાર દિવસનાં વિરામ બાદ ૯ માર્ચે કોરોના પોઝીટીવનો એક કેસ ઉમંગનાં ફુવાંના પુત્રનો નોંધાવાં સાથે ઉમંગનાં ૮૧ વર્ષીય દાદાનું મૃત્યુ નિપજયું હતું. આ સાથે ગાંધીનગરમાં ચાર દિવસમાં જ વધુ ત્રણ પોઝીટીવ કેસ નોંધાતા ફફડાટ વ્યાપી ગયો છે.
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાનાં રાંચરડા ગામમાં ૬ વર્ષનાં બાળકને કોરોના પોઝીટીવ આવતાં તંત્ર હરકતમાં આવી ગયું છે. જ્યારે આજે વધુ એક
પોઝીટીવ કેસ નોંધાતાં કાળઝાળ ગરમીમાં તંત્રની ઉંઘ હરામ થઈ ગઈ છે. જો કે, આ ચાર દિવસમાં જ કોરોના
પોઝીટીવનાં નવાં ચાર સાથે કુલ સાત દર્દીઓ સાજા થતાં હાશકારો અનુભવાયો છે.

Download Our B K News Today App



Related News