હાલોલ GIDCમાં દિવાલ ધરાશાયી થતા 4 બાળકોનાં મોત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-29 17:45:03
  • Views : 96
  • Modified Date : 2023-06-29 17:45:03

પંચમહાલ જિલ્લામાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. પંચમહાલની હાલોલ GIDCમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 4 બાળકોના મૃત્યુ નીપજ્યાં છે, તો 2 મહિલા સહિત અન્ય લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.મળતી માહિતી અનુસાર, હાલોલ GIDCમાં આવેલ એક કંપનીની દિવાલ ધરાશાયી થતાં કાટમાળની નીચે 8 લોકો દટાયા હતા. જે બાદ મોટી સંખ્યામાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ દુર્ઘટનામાં 4 બાળકોના કરૂણ મૃત્યુ નીપજ્યાં હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યારે 2 મહિલા સહિત 4 લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ બનાવની જાણ થતાંની સાથે જ હાલોલ પોલીસની ટીમ પણ જીઆઈડીસી ખાતે દોડી આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં શ્રમિકો મધ્યપ્રદેશથી હાલોલ કામ કરવા આવ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ 2 મહિલા સહિત અન્ય લોકોને હોસ્પિટલમાં ખસેડાયા છે. 

Download Our B K News Today App



Related News