સુરતના કતારગામમાં જમીન દલાલ પર હુમલો કરનાર સગીર સહિત 4 ઝડપાયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-17 15:12:19
  • Views : 96
  • Modified Date : 2023-06-17 15:12:19

સુરતના કતારગામ લક્ષ્મીકાંત સોસાયટી પાસે જાહેર રોડ પર મોટરસાયકલ પર જઈ રહેલા જમીન-મકાન દલાલ અને તેના મિત્ર પર ચાકુથી હુમલો કરી મોબાઈલ ફોનની લૂંટ કરનાર ત્રણ લૂંટારુઓ અને એક સગીરને ગણતરીના દિવસોમાં જ ક્રાઈમ બ્રાન્ચે પુણા BRTS રોડના સાયોના પ્લાઝા પાસેથી ઝડપી પાડ્યા હતા. આ બનાવમાં નવો ખુલાસો થયો છે. પુછપરછ દરમિયાન પ્રેમપ્રકરણ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે.સુરતના કતારગામમાં આવેલ નારાયણનગર સોસાયટીમાં રહેતા અને જમીન-મકાન દલાલનો વ્યવસાય કરતા અવિનાશ પ્રવીણભાઈ કાકલોતર તેમના મિત્ર સાગર કિશોરભાઈ આંબલિયા સાથે તારીખ 13મી જૂને રાતના 11.30 વાગ્યાના અરસામાં મોટરસાયકલ ઉપર ઘર નજીક આવેલ લક્ષ્મીકાંત સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન મોટરસાયકલ પર આવેલા 4 શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલાખોરો સાગર આંબલીયાને છાતીના ભાગે ચાકુના ઘા ઝીંકી મોબાઈલ ફોનની લૂંટ કરી નાસી છૂટ્યા હતા.આ ઘટના અંગે કતારગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનામાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી આરોપી સંદીપ ઉર્ફે એચ.પી. વિનુભાઈ જાદવ, આશિષ વલ્લભભાઈ મકવાણા, દીપક ઉર્ફે ડી.ડી.રાજુભાઈ સરવૈયા તેમજ એક કિશોરને ઝડપી પાડયા હતા. ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં આ બનાવમાં સાગર આંબલીયાનો પ્રેમપ્રકરણ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે.ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડેલા આરોપીઓના મિત્ર અજીત રણછોડભાઈ ભાલિયાની પત્ની સાથે સાગરને પ્રેમ સંબંધ હતો. સાગરના ફોનમાં અજીતની પત્નીના ફોટા હોવાના કારણે પત્નીએ એક વર્ષ પહેલા આત્મહત્યા કરી લીધી હતી. અજીત ભાલીયાને શક હતો કે સાગર તેની બ્લેકમેલ કરી રહ્યો હતો. જેના કારણે તેની પત્નીએ હત્યા કરી હતી. જેને લઈને અજીતે તેના મિત્રો સંદીપ, આશિષ અને દિપક સાથે મળીને સાગર ઉપર હુમલો કરવાનું કાવતરું રચ્યું હતું.જેમાં તારીખ 13 મીની રાત્રે અગાઉથી વડલા સર્કલ લક્ષ્મીકાંત સોસાયટી પાસે વોચમાં રહેલા આરોપીઓએ સાગર આંબલીયા અને અવિનાશ કાકલોતરને અટકાવીને સાગર પર ચપ્પુથી હુમલો કરી મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી. આ બનાવ અંગે વધુ તપાસ કતારગામ પોલીસ કરી રહી છે.

Download Our B K News Today App



Related News