દિયોદરના શિહોરી રોડ પર યુવતીનું અપહરણ કરનાર 4 આરોપી કલાકોમાં ઝડપાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-22 15:20:01
  • Views : 108
  • Modified Date : 2023-07-22 15:20:01

 બનાસકાંઠા જિલ્લાની એક ચકચારી ઘટના સામે આવી છે. એક યુવતીએ પ્રેમલગ્ન કર્યા હતા. જે પછી પોલીસ પાસે તે પોતાનું નિવેદન લખાવવા જતી હતી. જો કે પોલીસની જ ગાડીને આંતરીને જ યુવતીનું અપહરણ કરી દેવાયું. આ ઘટનાએ બનાસકાંઠા પોલીસને દોડતી કરી દીધી હતી. દિયોદરના શિહોરી રોડ પર આ ઘટના બની હતી. જો કે LCBએ ગણતરીના કલાકોમાં જ 4 આરોપીઓને પકડી પાડીને દિલધડક ઓપરેશન પાર પાડ્યું છે અને યુવતીને મુક્ત કરાવી છે. તો બીજી તરફ અપહરણની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.ઘટનાની વિસ્તારે વાત કરીએ તો, પ્રેમલગ્ન કરનારી યુવતીને પોલીસ ખાનગી કારમાં નિવેદન લખાવવા જઈ રહી હતી. દરમિયાન અન્ય કારમાં 7થી 8 શખ્સો આવ્યા. તેમણે પોલીસને કારને આંતરીને ઉભી રાખી. પોલીસ પર જીવલેણ હુમલો કર્યો અને યુવતીનું અપહરણ કરીને નાસી છુટ્યા હતા. આ ઘટના બાદ જિલ્લા પોલીસ વડાએ 8 ટીમો દોડાવી હતી અને અપહરણકારો પાછળ LCBની ટીમ નીકળી હતી. રાજસ્થાનના પિંડવાડા સુધી આરોપીઓનો પીછો કર્યો. જે બાદ પોલીસે આરોપીઓને પકડી પાડ્યા. પોલીસ યુવતીને તો અપહરણકારોની ચુંગાલમાંથી મુક્ત કરાવી. સાથે જ 4 આરોપીઓને પણ પકડી પાડ્યા છે.  સકાંઠામાં પ્રેમલગ્ન કરનાર યુવતીનું અપહરણ થતાં ચકચાર મચી છે. દિયોદરના મુલકપુર પાસે આ ઘટના બની હતી. પોલીસ ખાનગી વાહનમાં યુવતીને લઇને તપાસ માટે જવાબ લખાવવા શિહોરી લઇ જઇ રહી હતી. આ દરમિયાન કાર પર હુમલો કર્યો થયો હતો. હુમલાખોરોએ કારમાં તોડફોડ કરી યુવતીનું અપહરણ કર્યું હતુ. આ હુમલામાં બે પોલીસ કર્મીઓને સામાન્ય ઇજા પહોંચી હતી. જે પછી આરોપીને પકડવા પોલીસે નાકાબંધી કરી હતી.

Download Our B K News Today App



Related News