દોઢ કલાક ઓપરેશન બાદ મહિલાના પેટમાંથી ૪.૫ કીલોની ગાંઠ દુર થઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-13 11:08:17
  • Views : 329
  • Modified Date : 2021-02-13 11:08:17

શહેરની સિવિલ
હોસ્પિટલમાં આઠ મહિનાનો ગર્ભ હોય તેવી સ્થિતિમાં એક મહિલા સારવાર માટે દાખલ થઇ હતી. ગાયનેક વિભાગના તબીબો દ્વારા દોઢ કલાક બાદ ગાંઠને દુર કરવામાં સફળતા મળી હતી. પાટણથી આવેલી ૪૫ વર્ષિય મહિલાના
ઓપરેશન બાદ તબીબોએ નવજીવન આપ્યુ હતુ. ભાગ્યે જ આટલી મોટી ગાંઠ થતી હોય છે ત્યારે મહિલાઓએ પણ આવી સ્થિતિમાં યોગ્ય સમયે સારવાર મેળવી લેવી જાેઇએ.
ગાંધીનગર સિવિલ
હોસ્પિટલમાં પેટમાં દુઃખાવાની ફરિયાદ સાથે સારવાર મેળવવા આવેલી પાટણની ૪૫ વર્ષિય મહિલાને ગર્ભાશયમાં ગાંઠ થઇ હતી. જેને ફાઇબ્રોઇડ ગાંઠ કહેવામાં આવે છે. મહિલાઓ સામાન્ય રીતે પેટમાં દુઃખાવાને સામાન્ય ગણાતી હોય છે. પરંતુ ક્યારેક સામાન્ય દુઃખાવો મોટો બની જતો હોય છે. તેવા સમયે તબીબની સારવાર મેળવવી જરૂરી બનતી હોય છે. યોગ્ય સમયે સારવાર ના મળવાના કારણે જીવ જવાની શક્યતાઓ પણ જાેવા મળે છે.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગના તબીબ રોહિત જૈન અને તેમની ટીમ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યુ હતુ. દાખલ થયેલી મહિલાના પેટમાંથી ગાંઠ દુર કરવા દોઢ કલાક ઓપરેશન ચાલ્યુ હતુ.  ડૉ. રોહિત જૈનએ આ બાબતે કહ્યુ હતુ કે, સામાન્ય રીતે પાંચ વર્ષે આવો એકાદ કેસ સામે આવતો હોય છે. શરૂઆતમાં ગાંઠ ૫.૭ સેમી જેટલી હોય છે, તેને ત્યારે દુર કરવામાં ના આવે તો મોટી થાય છે. પરંતુ મહિલા લોકડાઉનમાં ઓપરેશન કરાવી શકી ન હતી. યોગ્ય સમયે ઓપરેશન કરવામાં ના આવે તો બ્લીડીંગ વધારે થઇ શકે છે. તે ઉપરાંત પેશાબની નળી બંધ થઇ શકે છે. સામાન્ય રીતે ચરબી એકઠી થવાના કારણે આ પ્રકારની સમસ્યા થતી હોય છે. ગાંધીનગર સિવિલમાં અત્યાર સુધી આ પ્રકારના બહુ ઓછા ઓપરેશન કરાયા છે.
પરંતુ જેટલા કરવામાં આવ્યા છે તે તમામમાં સફળતા મળી છે. ઓપરેશન બાદ સંપૂર્ણ રીતે મહિલા સ્વસ્થ્ય છે.

Download Our B K News Today App



Related News