4 મહાનગરોમાં નાઇટ કર્ફ્યુ નો આજે અંતિમ દિવસ, મુદ્દત વધારવા મુદ્દે સરકાર મૂંઝવણમાં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-15 12:14:57
  • Views : 303
  • Modified Date : 2021-03-15 12:14:57

    રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂની મુદ્દત 15 માર્ચના રોજ પૂર્ણ થઈ રહી છે. તે સમયે હવે સૌની નજર સરકારના નિર્ણય પર મંડરાયેલી છે. સૌ કોઈ એ જાણવા આતુર છે કે સરકાર શું નિર્ણય લેશે? વધતા જતા કોરોનાના કેસને સરકાર મુદ્દત વધારવાનો નિર્ણય લઇ શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં ધરખમ વધારો થયો છે. દિવાળી બાદ રાજ્યમાં જે રીતે કેસ વધવા લાગ્યા હતા. તે રીતે ચૂંટણી બાદ કોરોનાના કેસ વધવા લાગ્યા છે..એકતરફ કોરોના વકરી રહ્યો છે.તો બીજીતરફ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા લોકોની ભીડ એકઠી થઈ રહી છે.મેચ વખતે હજારોની ભીડ એકઠી રહી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જ કોરોનાનું એપી સેન્ટર બની શકે છે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Download Our B K News Today App



Related News