પાલનપુર બારડપુરામાંથી ત્રણ જુગારીયાને પકડી પાડતી પાલનપુર પૂર્વ પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-08 07:07:00
  • Views : 490
  • Modified Date : 2019-04-08 07:07:00

બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રદિપ શેજુલની સુચના તથા ના.પો.અધિ એ.આર.જનકાત પાલનપુર વિભાગ પાલનપુરનાઓના માર્ગદર્શન તથા આઈ/સી પો.ઇન્સ એમ.ડી.પંચાલની રાહબરી હેઠળ પાલનપુર શહેર પૂર્વ પો.સ્ટે ડિ સ્ટાફ પી.એસ.આઈ એ.બી.શાહ,  કૌશિકભાઈ ઓખાભાઈ, અશોકકુમાર રામાભાઈ,  ચિરાગસિંહ વાઘસિંહ, યુનિસખાન સલેમખાન, મોગલદાન સુખદાન, સ્ટાફના માણસો સાથે મળેલ
હકીકત આધારે પાલનપુર બારડપુરા ગોલનદાજ વાસ ખાતે ખુલ્લા ચોકમાં રેઇડ કરી આરોપી (૧) કાસમભાઈ અબ્દુલરહેમાન શેખ રહે. ગોલનદાજ વાસ પાલનપુર તથા (૨) આસીફભાઈ સબ્બીરભાઈ મન્સુરી, રહે. રબારીવાસ, સલેમપુરા. પાલનપુર તથા (૩) નાસીરભાઈ અહેમદભાઈ મેવાતી રહે. ગોલનદાજ વાસ પાલનપુર વાળાને જાહેરમાં ગંજી પાના વડે તીનપત્તીનો પૈસાથી હારજીતનો જુગાર રમતા જુગારના સહિત્ય તથા એક મો.ફોન કિં.રૂ. ૫૦૦/- તથા રોકડ રકમ રૂ. ૧૦,૬૮૦ /- મળી કૂલ મુદ્દામાલ કિં.રૂ. ૧૧,૧૮૦/- સાથે મળી આવતાં જુગાર ધારા કલમ ૧૨ મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે .




Download Our B K News Today App



Related News