ઉતાવળે આંબા પકવવાનો પ્રયત્ન ચૂંટણીની ભનક આવતા રાતોરાત ૩૯૫ કરોડના કામનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-20 11:59:07
  • Views : 350
  • Modified Date : 2021-03-20 11:59:07

મુખ્યમંત્રી  વિજયભાઇ
રૂપાણીએ રાજ્યના મહાનગરો-નગરોને રસ્તા, લાઇટ, પાણી, ગટર જેવી પ્રાથમિક સુવિધાઓથી ઉપર ઉઠીને વર્લ્ડકલાસ વિકાસ સાધે તેવાં સ્માર્ટ સિટીઝ બનાવવાની નેમ વ્યકત કરી છે. હવે  ૨૪ટ૭
પાણી, મેટ્રોલ રેલ જેવી સુવિધા, રિયુઝ ઓફ ટ્રિટેડ વોટર,
ગ્રીન-કલીન ટ્રાન્સપોર્ટેશન અને ડિઝીટલ સેવાઓથી
સ્માર્ટ-સસ્ટેઇનેબલ શહેરોના નિર્માણ સાથે આયોજનબદ્ધ વિકાસ અને પ્રગતિની નવી દિશા લીધી છે.
રાજ્યના પાટનગર ગાંધીનગર મહાનગરમાં
રૂ. ૩૯પ કરોડના વિવિધ વિકાસ કામોના ડિઝીટલી લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.ગાંધીનગરના મેયર રિટાબહેન પટેલે સૌને આવકારી રૂ. ૩૧૭ કરોડના વિવિધ ખાતમુહૂર્ત અને રૂ. ૭૮ કરોડના લોકાર્પણ કરવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં પાટનગર ગાંધીનગરના નાગિરકો પણ વિકાસની આ રાજનીતિને વધાવશે અને ગાંધીનગરના વિકાસ કામો પ્રગતિના આ પથને વધુ ઉન્નત બનાવવામાં પ્રેરણારૂપ બનશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. ગાંધીનગર મહાપાલિકાના હોદ્દેદારો, ડેપ્યુટી મેયર નાઝાભાઇ, ગુડાના પૂર્વ અધ્યક્ષ આશિષભાઇ, સંગઠનના પદાધિકારીઓ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર ડૉ. રતન ચારણ ગઢવીએ સૌનો આભાર વ્યકત કર્યો હતો.  

પાણી, મેટ્રો રેલ જેવી સુવિધા, રિયુઝ ઓફ ટ્રિટેડ વોટર,
ગ્રીન-કલીન ટ્રાન્સપોર્ટેશન અને ડિઝીટલ સેવાઓ


અધિકારીઓ ધંધે લાગી ગયા
ચૂંટણી જાહેર થવાની ગંધ આવતા ભાજપ દ્વારા રાતોરાત  
કોર્પોરેશનના અધિકારીઓને ધંધે લગાડી દીધા હતા. આગલા દિવસે પણ મોડી રાત સુધી અધિકારીઓ કોર્પોરેશનમાં હાજર હતા. તેમજ બીજા દિવસે પણ સવારે ૮ વાગે બોલાવી રાતોરાત કામગીરી હાથ ધરી દેવામાં આવી હતી. અંદર ખાને ચૂંટણીની ખબર મળતા હોદેદારો દ્વારા અધિકારીઓને કામે લગાડી દીધા હતા.

નામને લઈને ફરી વિવાદ
ગત રોજ કરવામાં આવેલા લોકાર્પણ અને ખાતમુહૂર્તમાં મેયર સિવાય કોઈ હોદેદારોના નામ ન હોતા ફરી અગાઉ જેવો ઘાટ સર્જાયો હતો. ગાંધીનગર કોર્પોરેશનમાં તકતી લગાવવાનો મોહથી હોદેદારો વચ્ચે અંદરોઅંદર વિવાદ અગાઉથી ચાલ્યો આવ્યો છે. અને આખરે છેલ્લા કામોની તકતીમાંથી પણ ડે, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેનના નામ બાકાત જ રહ્યા હતા.

પેથાપુરમાં મહારાણા પ્રતાપની પ્રતિમાનું મેયરના હસ્તે લોકાર્પણ કરાયું
પેથાપુરના પ્રવેશ દ્વાર પત્ર શુક્રવારે રાજ્યના પૂર્વમંત્રીશ્રી રજનીભાઇ પટેલ અને સંગઠનના હોદ્દેદારો, પેથાપુર ગામના અગ્રણીઓ, કોર્પોરેટરઓ અને નગરજનોની ઉપસ્થિતિમાં મેયર રીટાબેન પટેલના હસ્તે દેશના મહાન યોદ્ધા મહારાણા પ્રતાપની પ્રતિમાને ખુલ્લી મુકીને મહારાણા પ્રતાપ ચોક નામાભિધાન કરવામાં આવ્યુ હતું.  

આટલા લોકાર્પણ કરાયા
૧)    ગાંધીનગર મહાનગર પાલિકાની નવા કચેરી રૂપિયા ૨૩.૩૧ કરોડના ખર્ચે લોકાર્પણ કરાઈ.
૨)    સેક્ટર ૩૦માં રૂપિયા ૧.૭૪ કરોડના ખર્ચે નવા વ્હિકલ પૂલનું બાંધકામ કરાયું
૩)    ૩૦ મીટર ઉંચા રાષ્ટ્રધ્વજ પોલનું નિર્માણ ચ-૦ સર્કલ ખાતે
રૂપિયા ૧૪ લાખના ખર્ચે કરાયું.
૪ )     ઘ-૪ જંકશન પર અન્ડરપાસનું નિર્માણ રૂપિયા ૩૫ કરોડના ખર્ચ કરાયું.
૫)    બગીચાઓના નવીનીકરણની યોજના અંતર્ગત સેક્ટર ૪, ૮, ૧૯ અને ૨૨માં રૂપિયા ૮.૭૨ કરોડના ખર્ચે બગીચાઓનું નવીનીકરણ કરાયું છે.
૬)    વિવિધ જાહેર સ્થળે વેરીએબલ મેસેજિંગ ડિસ્પ્લેના ડિજીટલ બોર્ડ લાગવવાનું કામ રૂપિયા ૭ કરોડના ખર્ચથી પૂર્ણ કરાયું.
૭)    શહેરમાં ૬ સ્માર્ટ આંગણવાડીનું નિર્માણ રૂપિયા ૧.૬૨ કરોડના ખર્ચે કરાયું

આટલા ખાતમુહૂર્ત કરાયા
૧)    અન્ડર ગ્રાઉન્ડ સ્માર્ટ ડસ્ટબીન્સની યોજના રૂપિયા ૧૫.૭૧ કરોડના ખર્ચે હાથ ધરાશે
૨)    આસ્ફાલ્ટ રોડ્‌સને રીર્ફેસ કરવા માટે ૭.૩૫ કરોડના ખર્ચની યોજના.
૩)    નવા ભળેલા વિસ્તારમાં નવા સીસી રોડ બનાવવા અને હયાત સીસી રોડને રીર્ફેસ કરવા માટે રૂપિયા ૭.૨૮ કરોડના ખર્ચની યોજના.
૪)    નગરના ક-૭ સર્કલથી  રાંધેજા સુધી સ્ટ્રીટ લાઇટ નાખવાનું કામ ૯૩ લાખના ખર્ચે હાથ ધરાશે.
૫)    ગાંધીનગર શહેરના મુખ્ય ૬ પ્રવેશ દ્વાર પર વિવિધ માહિતી સાથેની ગેન્ટ્રી તૈયાર કરવા પાછળ રૂપિયા ૬૯ લાખનો ખર્ચ કરાશે.
૬)    ગાંધીનગર શહેરમાં ૫૦ વર્ષ જુની લાઇનો બદલાવીને નવી ગટર વ્યવસ્થા ઉભી કરવા  રૂપિયા ૨૫૪ કરોડના ખર્ચથી હાથ ધરાશે.
૭)    સેક્ટર ૨૧-૨૨ અને ૨૨-૨૩માં સરળ અને સુરક્ષિત અવર-જવર માટે
રૂપિયા ૧૮.૭૮ કરોડના ખર્ચે ૨ અન્ડરપાસનું નિર્માણ કરાશે.
૮)    સેક્ટર ૨૧માં સ્ટાર્ટઅપ નોલેજ એન્ડ ફ્રીલાન્સિંગ સેન્ટર તથા ડિસ્ટ્રીક્ટ લાયબ્રેરી માટે ૫ માળની ઇમારત ૧૧.૯૯ કરોડના ખર્ચે બાંધવામાં આવશે.

Download Our B K News Today App



Related News