અમદાવાદ સહિત ગુજરાતમાંથી ૨૦થી વધુ ટ્રેન પસાર થશે, તહેવારની સિઝનમાં ૩૯૨ વિશેષ ટ્રેન દોડાવાશે, ભાડું ૧૦થી ૩૦% વધુ લેવામાં આવશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-15 11:40:44
  • Views : 411
  • Modified Date : 2020-10-15 11:40:44

   દુર્ગાપૂજા, દશેરા, દિવાળી અને છઠ જેવા તહેવારની સિઝનમાં પ્રવાસીઓ માટે ૩૯૨ જેટલી વધારાની વિશેષ ટ્રેન દોડાવશે. આ ટ્રેન ૨૦ ઓક્ટોબરથી ૩૦ નવેમ્બર સુધી જ દોડશે. રેલવે મંત્રાલયે વિવિધ વિસ્તારની માંગના આધારે ૧૯૬ જોડી ટ્રેન દોડાવાને મંજૂરી આપી છે. કેટલીક ટ્રેનો દૈનિક હશે તો કેટલીક સપ્તાહમાં ૧ કે ૪ વાર દોડાવાશે. આ તમામ ટ્રેન સુપર ફાસ્ટ હશે. તેની સ્પીડ ઓછામાં ઓછી પ્રતિ કલાક ૫૫ કિમી હશે. તેનું ભાડું મેલ એક્સપ્રેસ ટ્રેન કરતા ૧૦થી ૩૦ ટકા વધુ રહેશે. એટલે કે અન્ય સ્પેશિયલ ટ્રેન જેટલું ભાડું રહેશે. રેલવેએ ઝોનલ રેલવેને નિર્દેશ આપ્યો છે કે આ ટ્રેનમાં થર્ડ એસી કોચની સંખ્યા વધુમાં વધુ રાખવામાં આવે જેથી વધુ પ્રવાસીઓને સામેલ કરી શકાય.

  અનલૉકની પ્રક્રિયા શરૂ થયા પછી ૧૨ મેથી અત્યાર સુધીમાં દેશભરમાં ૬૬૬ જેટલી મેલ એક્સપ્રેસ વિશેષ ટ્રેન દોડાવવામાં આવી  રહી છે. તેમાં ૧૫ જોડી રાજધાની વિશેષ ટ્રેન, ૧૦૦ જોડી લાંબા અંતરની અને ૮૦ વધારાની ટ્રેનનો સમાવેશ થાય છે. રેલવે ઓક્ટોબર મહિનાના મધ્ય ભાગથી નવેમ્બર સુધી તહેવારની સિઝનમાં ૨૦૦થી વધુ ટ્રેન દોડાવવાની યોજના તૈયાર કરી છે. જો જરૂર પડશે તો તેની સંખ્યા વધારાશે.

 

Download Our B K News Today App



Related News