મંત્રીએ ભાઈ, પત્નિ અને પુત્રના ખોટા એકાઉન્ટ બનાવ્યા શેરાઉ ગોળીયા દૂધ મંડળીમાં રૂા. ૩૮ લાખનો ભ્રષ્ટાચાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-29 11:27:58
  • Views : 881
  • Modified Date : 2020-11-29 11:27:58

થરાદ તાલુકાની  શેરાઉ ગોળિયા દૂધ મંડળીમાં મંત્રી અને ચેરમેનની મિલીભગતથી મોટો ભ્રષ્ટાચાર આચરવા પામ્યો છે. જેમાં મંત્રી ધનાભાઈ જોગાભાઈ પટેલ અને ચેરમેન સેવાજી કાજાજી પટેલે પોતાના
પરિવારના સભ્યોના ખોટા એકાઉન્ટ બનાવી અને ૩૮ લાખ ચાંઉ કરી ગયાની થરાદ
પોલીસ સ્ટેશનમાં મંડળીના  ત્રણ સભ્યોએ દસ્તાવેજો સાથે ફરિયાદ નોંધાવી હતી.
થરાદ શેરાઉ દૂધ મંડળીના સભ્ય પટેલ કરશનભાઈ,
પાર્વતીબેન ગણેશભાઈ પટેલ અને કેસરાભાઈ પટેલે થરાદ
પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે દૂધ મંડળીના મંત્રી અને ચેરમેને ડમી ગ્રાહકોના નામે દુધ ઉધારીને  રકમ પચાવી પાડી છે.  ભાવ ફેરના લિસ્ટમાં ફેરફાર કરવામાં આવ્યો છે તેમજ કમિટીના સભ્યોની ખોટી સહીઓ કરીને મંડળીમાં ખોટા ઠરાવો પણ કર્યા છે. અને આજ દિન સુધી મંડળની એજન્ડા બુક પણ નિભાવેલ નથી તેમજ મંડળીમાં દૂધ ભરાવતા
ગ્રાહકો, મંત્રીએ તેના પત્નિ, પુત્ર અને ભાઈના પણ ખોટા એકાઉન્ટો બનાવેલા છે. એમના નામે દૂધ ઉધારીને
પૈસા ચાંઉ કરી ગયા છે. આ અંગે મંડળીના સભ્યો દ્વારા જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળી)  અને બનાસ ડેરી
પાલનપુરને પણ રજૂઆત કરવામાં આવી છે. આ અંગે થરાદ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે ચેરમેન અને મંત્રી સામે તપાસ હાથ ધરાય તો હજુ મોટો ભ્રષ્ટાચાર સામે આવે તેમ છે.

Download Our B K News Today App



Related News