ગાંધીનગર જિલ્લામાં ૩૭ કોરોના પોઝીટીવ, શહેરમાં એકનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-19 11:09:42
  • Views : 290
  • Modified Date : 2020-10-19 11:09:42

  ગાંધીનગર શહેરમાં ૧૮ તેમજ ગ્રામ્યમાં નવા ૧૯ કેસો સાથે ગાંધીનગર જિલ્લામાં ગતરોજ ૩૭ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે.
  ગાંધીનગર શહેરમાં ગતરોજ કોરોના પોઝિટિવના નવા ૨૭ કેસો નોંધાયા છે. જેમાં સેક્ટર ૫ અને ૨૨માં ૪-૪ કેસો નોંધાતા ફફડાટ ફેલાયો છે. તો સેક્ટર ૧૩માં નવા બે કેસો નોંધાયા છે. આ ઉપરાંત સેક્ટર ૩, ૪, ૭, ૧૨, ૧૬, ૨૧, ૨૭ અને ૨૯માં નવાં એક એક કેસો નોંધાયા છે.
 ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારોમાં ગતરોજ નવા નોંધાયેલા ૧૭ કેસોમાંથી ગાંધીનગર તાલુકામાં જ ૧૦ નવા કેસો નોંધાતાં ફફડાટ ફેલાયેલો રહયો છે. ગાંધીનગર તાલુકામાં ગતરોજ કુડાસણ-૩, રાંધેજા-૧, વાસણ-૧, રૂપાલ-૧, ખોરજ-૧, મગોડી-૧, રાયપુર-૧ અને પેથાપુરમાં ૧ કેસ નોંધાયા છે. જ્યારે દહેગામ તાલુકામાં સલકીમાં ૧ કેસ નોંધાયો છે. માણસા શહેરમાં ૨ તેમજ બાપુપુરામાં એક કેસ પોઝિટિવ નોંધાયા છે. કલોલ તાલુકાનાં બોરીસણા, કલોલ શહેર, મોખાસણ, ધાનોટ અને આરસોડીયામાં નવા એક એક કેસો નોંધાયા છે.

Download Our B K News Today App



Related News