ડીસાના આખોલ ચાર રસ્તા નજીક આવેલ આશાપુરા ટ્રેડર્સ નામની દુકાન માંથી 36000ના મુદ્દામાલની થઈ ચોરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-21 11:58:22
  • Views : 515
  • Modified Date : 2021-08-21 11:58:22

     ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચોરો સક્રિય થયા હોય કેમ એક પછી એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે.છેલ્લા એક અઠવાડિયામાં અત્યાર સુધી અનેક ચોરીઓની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ડીસા ખાતે આવેલ આખોલ ચાર રસ્તા પાસે પ્રકાશકુમાર પ્રતાપજી સોલંકી ની પતરાના છત વાળી આશાપુરા ટ્રેડર્સ નામની દુકાન આવેલી છે. જેમાં આશાપુરા ટ્રેડર્સ દુકાનના માલિક પ્રકાશ કુમાર સોલંકી રાબેતા મુજબ દુકાન બંધ કરીને ઘરે ગયા હતા ત્યારબાદ બીજા દિવસે સવારે પોતાની દુકાનો ખોલતાં તેમની દુકાનના છત ઉપર નું પતરુ ખૂલેલું જોવા મળ્યું હતું.જ્યાં દુકાન માં તપાસ કરતા દુકાનમાં એચ પી કંપની નું લેપટોપ જેની કિંમત 20 હજાર, પૂજામાં રાખેલ ચાંદીના સિક્કા જેની કિંમત 14 હજાર તેમજ ગલ્લામાં પડેલ 2 હજાર રૂપિયાની કોઈ અજાણ્યો શખ્સ ચોરી ગયું હોય તેવું જાણવા મળતા દુકાન માલિકે આજુબાજુ માં તપાસ કરતા કોઈ ભાળ મળી હતી નહીં. જેથી કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયું હોય તેવું માલુમ પડતા તાત્કાલિક પ્રકાશકુમાર પ્રતાપજી સોલંકી અજાણ્યા શખ્સ વિરુદ્ધ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ડીસા તાલુકામાં છેલ્લા ઘણા સમય થી ચોરીઓની એક બાદ એક ઘટનાઓ વધી રહી છે.સતત ચોરીની ઘટનાઓને લઈ હાલમાં દુકાનદારો અને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે પોલીસ ચોરીની ઘટનાને અંજામ આપનાર ચોરો સામે કડક કાર્યવાહી કરે તેવી લોકોની માંગ છે.

 

Download Our B K News Today App



Related News