રાધનપુર ડેપોનો કર્મી અને વચેટિયો 36 હજારની લાંચ લેતાં ઝબ્બે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-26 12:55:36
  • Views : 621
  • Modified Date : 2019-11-26 12:55:36

રાધનપુર એસ.ટી.ડેપોમાં એક ડ્રાઈવર ચાર મહિના નોકરી ઉપર ગેરહાજર રહ્યો હોઈ તેને ફરીથી નોકરી ઉપર લેવા અને દંડ ન કરવાના બદલામાં રૂ. 36 હજારની લાંચ લેવાના કેસમાં ડેપોના ડ્યુટી લિસ્ટ ઇન્ચાર્જ તેમજ તેના સાગરીતને સાબરકાંઠા એ.સી.બી.ની ટીમે રવિવારે મોડી સાંજે છટકું ગોઠવીને રંગેહાથ ઝડપી લીધા હતા. અા સાગરીત ડેપોમાં કોન્ટ્રાકટથી જીપીઅેસની કામગીરી કરી રહયો હતો જેને નાણા ડ્યુટી ઇન્ચાર્જ માટે સ્વીકાર્યા હતા.અા મામલામાં બે શકદારોની પણ પુછપરછ કરાઇ રહી છે.
સાબરકાંઠા જિલ્લાના એક ગામનો ડ્રાઈવર રાધનપુર એસ.ટી.ડેપોમાં ફરજ બજાવતા હતા,જેઓ ચાર મહિનાથી નોકરી ઉપર આવતા નહોતા,જેથી એસ.ટી.દ્વારા તેમને નોટિસ આપવામાં આવતા તેઓ હાજર થઇ ગયા હતા પણ ડ્રાઈવર-કંડક્ટરની ફરજોનું સંચાલન કરતા વર્ગ-4 ના કર્મચારી જયસ્વાલ ધનવંતકુમાર અરવીંદભાઇએ ફરજ ઉપર હાજર કરવા અને ગેરહાજરનો દંડ ન કરવા માટે તેમની પાસે રૂ. 50 હજાર રૂપિયા માંગ્યા હતા જેમાં રૂ. 36000 અાપવાનું નક્કી કર્યા પછી ડ્રાઈવરે સાબરકાંઠા એ.સી.બી.વિભાગનો સંપર્ક કરતા એ.સી.બી.ના ઇન્ચાર્જ મદદનીશ નિયામક જી.વી.પઢેરીયાના માર્ગદર્શન હેઠળ એ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર સી.ડી. વણજારા,પોલીસ ઇન્સ્પેક્ટર વી.એન.ચૌધરીએ તેમની ટીમ સાથે રવિવારે રાત્રે રાધનપુર એસ.ટી.ડેપોમાં છટકું ગોઠવીને રૂ.36 હજારની લાંચ લેતા જયસ્વાલ ધનવંતકુમાર અરવીંદભાઇ અને કોન્ટ્રાકટથી જીપીઅેસની કામગીરી કરતા મળતીયા જોષી મનોજકુમાર રામેશ્વરભાઇ રહે.મુડેઠા તા. ડીસાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. એસીબી પીઅાઇ સી.ડી.વણઝારાઅે જણાવ્યા મુજબ અા નાણા ધનવંત જયસ્વાલ માટે મનોજ જોષીઅે લીધા હતા. અન્ય બે ખાનગી ઈસમોની પણ કથિત સંડોવણી અંગે પૂછપરછ કરાઇ રહી છે.
ડ્રાઇવરની નોકરી ચાલુ હતી
રાધનપુર એસ.ટી.ડેપોના ડેપો મેનેજર આર.પી.ચૌહાણના જણાવ્યા મુજબ ફરીયાદી ડ્રાઈવર નોટીસ પછી ફરજ ઉપર હાજર અાવી પોતાની નોકરી પણ ચાલુ કરી દીધી હતી અને સુરતની ટ્રીપ પણ કરી હતી તે ફિક્સ પગારી કર્મચારી હોઇ તેને કોઇ દંડ કરવાનો હોતો નથી. કાયમી કર્મચારી હોય તો જ ચાર્જશીટ કરાયા બાદ બચાવની તક અપાયા પછી દંડ કરવા કે ઇન્ક્રીમેન્ટ અટકાવવા માટેની કાર્યવાહી હોય છે.

Download Our B K News Today App



Related News