35 વર્ષીય દર્દીના શરીરમાંથી નીકળી રેકોર્ડબ્રેક પથરી, પિત્તાશયમાંથી 1626 પથરી નીકળી !

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-29 13:27:23
  • Views : 91
  • Modified Date : 2023-07-29 13:27:23

 સામાન્ય રીતે શરીરમાં નાનકડી પથરી હોય તો પણ આપણે તેનું દર્દ સહન કરી શકતા નથી, પરંતુ વડોદરામાં એક દર્દીના શરીરમાંથી એટલી પથરી નીકળી કે જેને ગણતા કલાકોનો સમય વીતી ગયો. વડોદરાના એક દર્દીના પિત્તાશયમાંથી રેકોર્ડબ્રેક અધધધ 1628 પથરી નીકળી છે.વડોદરા શહેરના નવા યાર્ડ વિસ્તારમાં રહેતા 35 વર્ષીય મોહંમદ ખલીક પઠાણને પિત્તાશયમાં પથરી હોવાની જાણ થતાં તેઓ નિદાન માટે હોસ્પિટલમાં દાખલ થયા. જ્યાં લેપ્રોસ્કોપિક સર્જનોની ટીમે સર્જરી શરૂ કરી તો તેઓ પણ સ્તબ્ધ થઇ ગયા. કેમકે મોહંમદ ખલીક પઠાણના શરીરમાંથી એક પછી એક પથરીઓ નીકળતી જ ગઇ અને તેનો સરવાળો 1 હજાર 628 પર પહોંચ્યો. ખુદ દર્દીને પણ ખબર નહોતી કે તેમના પિત્તાશયમાં આટલી મોટી સંખ્યામાં પથરીઓ છે.દર્દીની લેપ્રોસ્કોપિક સર્જરી કરવામાં 2 કલાક જેટલો સમય લાગ્યો હતો. બીજી તરફ સર્જરી થકી દૂર કરાયેલી પથરીની સંખ્યા એટલી હતી કે તેને ગણવામાં પણ સ્ટાફને 3 કલાકથી વધુનો સમય લાગ્યો. હાલ દર્દીની તબિયત સુધારા પર છે અને તે એકદમ તંદુરસ્ત છે. ચયાપચયની પ્રક્રિયામાં ઉભા થયેલા અવરોધના કારણે પિત્તાશયમાં પથરી થાય છે,પરંતુ આટલી મોટી સંખ્યામાં પથરીઓ દૂર કરી હોય તેવો મેડિકલના ઇતિહાસનો આ પ્રથમ કિસ્સો છે.

Download Our B K News Today App



Related News