ગાંધીનગર શહેરમાં ૧૫, તાલુકામાં ૧૩ સાથે જિલ્લામાં ૩૫ કોરોના પોઝિટિવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-13 11:49:49
  • Views : 317
  • Modified Date : 2020-09-13 11:49:49

ગાંધીનગર જિલ્લામાં કોરોના સંક્રમણ યથાવત રહેતાં શનિવારે ગાંધીનગર શહેરમાં ૧૫ તેમજ ગ્રામ્યમાં નવા ૨૦ કેસો નોંધાયાં છે. શનિવારે ગ્રામ્યમાં ૧૧ દર્દીઓ હોમ આઈસોલેટ અને ૯ દર્દી હૉસ્પિટલમાં દાખલ થયાં છે. ગાંધીનગર ગ્રામ્યમાં  ૧૭ દર્દી ડીસ્ચાર્જ કરાયાં છે. જ્યારે સેક્ટર ૨ સ્વામીનારાયણ મંદિરનાં સ્વામીજી કોરોનાથી સંક્રમિત થતાં ભાવિકોમાં ચિંતા વ્યાપી છે.
ગાંધીનગર શહેરમાં
શનિવારે કોરોના પોઝિટિવના નવાં ૧૫ કેસો નોંધાયાં છે. જેમાં સેક્ટર ૫ માં જ નવા ૪ કેસો નોંધાતાં ફફડાટ વ્યાપી ગયો છે. જ્યારે સેક્ટર  ૨ અને ૨૯માં નવાં બે બે કેસો નોંધાયાં છે. આ ઉપરાંત સેક્ટર ૩, ૪, ૮, ૨૪, ૨૭, ૩૦ અને જીઈબી કોલોનીમાં એક એક નવાં કેસો નોંધાયાં છે. ગ્
ગાંધીનગર ગ્રામ્યમાં  સતત બીજા દિવસે પણ નવાં નોંધાયેલા ૨૦ કેસોમાંથી ૧૩  કેસો ગાંધીનગર તાલુકામાં જ આવતાં ફફડાટ ફેલાયેલો રહયો છે. ગાંધીનગર તાલુકાનાં મીલેટ્રી સ્ટેશનમાં આલમપુરમાં ૩ સરકારી નોકારીયાત કોરોનાની ઝપેટમાં આવ્યાં છે. આ ઉપરાંત ડભોડા અને રાંદેસણમાં બે બે વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવ્યાં છે. જ્યારે રાયસણ, કુડાસણ,
પેથાપુર,  સરગાસણ, ખોરજ અને જમીયતપુરા માં એક એક નવાં કેસો નોંધાયાં છે. દહેગામ તાલુકાનાં ઓતમપૂરામાં  બે કોરોના પોઝિટિવ કેસો નોંધાયાં છે.
માણસા શહેરમાં  ત્રણ નવા કેસો નોંધાયાં છે. જયારે કલોલ તાલુકાનાં બોરીસનામાં બે નવા કેસો નોંધાયાં છે. ગાંધીનગર ગ્રામ્યમાં શનિવારે ૧૭ દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવતાં કુલ ૧૫૬૮ દર્દીને રજા આપી દેવામાં આવી છે. ગાંધીનગર ગ્રામ્યમાં  નવા નોંધાયેલા કેસોમાં ૧૬ પુરુષ અને ૪ મહિલા દર્દીઓનો સમાવેશ થાય છે.

Download Our B K News Today App



Related News