ડીસા તાલુકાના જૂનાડીસા ગામે વંદે ગુજરાત કાર્યક્રમ અંતર્ગત 34 લાભાર્થીઓ લીધો લાભ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-13 11:32:39
  • Views : 282
  • Modified Date : 2022-07-13 11:32:39

 

ખાસ કરીને વાત કરીએ તો કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર ગ્રામીણ ક્ષેત્ર અને વેગવંતુ બનાવવા માટે અવનવી યોજનાઓ થકી લાખો તેમજ કરોડોની ગ્રાન્ટ ફાવતું હોય છે ત્યારે સમગ્ર ગુજરાતની અંદર વંદે ગુજરાત કાર્યક્રમ અંતર્ગત ગ્રામીણ ક્ષેત્રના લોકોને સરકારી યોજનાઓનો લાભ કઈ રીતે મળે તેમજ સરકારી યોજનાઓ થી અભણ તેમજ શિક્ષિત લોકો માહિતગાર થાય તેવા હેતુથી સમગ્ર બનાસકાંઠા જીલ્લાની અંદર વંદે ગુજરાત કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે ડીસા તાલુકાના જુનાડીસા ગામ ડી.જે એન મહેતા હાઇસ્કુલ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સરકારની વિવિધ યોજનાઓથી લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ગલબાજી ઠાકોર તાલુકા પ્રમુખ રામુજી બોકરવાડીયા તાલુકા પંચાયત પ્રમુખ એન ટી માળી કારોબારી ચેરમેન વીણાબેન પિયુષભાઇ પુનડીયા સામાજીક ન્યાય સમિતિ ચેરમેન બી ડી સોલંકી તાલુકા વિકાસ અધિકારી,પ્રમોદભાઈ મહેતા, ડીસા તાલુકા બાંધકામ શાખા એસો રોહીત ભાઇ પરમાર,હિમાચલ બેન ‌‌ જુનાડીસા PHc મેડિકલ ઓફિસર સુરેશ ભાઈ મિસ્ત્રી ટલાટી,ગીરીશભાઈ પટેલ ભુરાજી ઠાકોર હસમુખ ભાઇ મોદી ચમન ભાઇ એદલીયા સહીત ‌ના તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતના કર્મચારીઓ સહિત ભાજપના હોદ્દેદારો મોટી સંખ્યામાં ‌ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જ્યારે વંદે ગુજરાત કાર્યક્રમ અંતર્ગત 34 લાભાર્થીઓને જુના ડીસા ખાતે લાભ લીધો હતો

Download Our B K News Today App



Related News