પાટણના અઘાર ગામ પાસેથી ૩૩ હજારનો દારુ ભરેલ કાર ઝડપાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-14 07:00:16
  • Views : 526
  • Modified Date : 2019-04-14 07:00:16

પાટણ પોલીસ અધિક્ષક શોભા ભુતડા (આઈપીએસ) એ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર કે.એમ. પ્રિયદર્શી એલ.સી.બી.પાટણને આગામી ચુંટણી અનુસંધાને ખાસ પેટ્રોલિંગ રાખી દારૂની હેરાફેરી થતી અટકાવી વધુમાં વધુ કેશો શોધી કાઢવા સુચના કરેલ હોઇ પોલીસ સબ ઇન્સ્પેકટર વાય.કે.ઝાલા તથા કિર્તિસિંહ, કુલદીપકુમાર, મહેન્દ્રસિંહ, જીતેન્દ્રકુમાર, રોહિતકુમાર, પેટ્રોલિંગમાં હતા. ત્યારે મળેલ બાતમી આધારે પંચો સાથે એલ.સી.બી.પોલીસ સ્ટાફના માણસો અઘાર ગામે કેમ્પ ખાતે વોચમાં રહેતાં સેન્ટ્રો ગાડી નંબર-જી.જે.૧.એચ.એ. ૭૪૧૪ નો ચાલક પોલીસને જોઇ પોતાની ગાડી લઇ નાસી જતાં જેનો પીછો કરતાં ગાડીનો અજાણ્યો ચાલક તથા ઠાકોર ઉમેદસંગ વિજાજી રહે. અઘાર વાળા ઉપરોક્ત ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૮૦ મીલીની કાચની  બોટલો નંગ-૪૦૫  કિં.રૂ.૩૩,૨૧૦/- નો વિદેશી દારૂનો જથ્થો રાખી ગાડી કિં.રૂ.૧,૦૦,૦૦૦/- સાથે કુલ કિં.રૂ. ૧,૩૩,૨૧૦/- નો મુદ્દામાલ રાખી રેઇડ દરમ્યાન શિહોરી ત્રણ રસ્તા થઇ શિહોરી રોડ ઉપર આશરે ૫૦૦ મીટર દુર મેલડીમાં વાળા મોટા મારગ ઉપર પટેલ પુનાભાઇના બોર નજીક ગાડી મુકી નાશી ગયેલ. જેથી સદરી બન્ને વિરૂધ્ધમાં પાટણ સીટી બી ડીવી. પો.સ્ટે.માં ગુનો રજી કરાવી આગળની તપાસ તજવીજ પાટણ સીટી બી ડીવી. પો.સ્ટે. ને સોપેલ છે.


Download Our B K News Today App



Related News