આત્મીય કોલેજના ત્યાગવલ્લભ સ્વામી સામે 33 કરોડની છેતરપિંડીની ફરિયાદ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-23 18:28:11
  • Views : 141
  • Modified Date : 2023-06-23 18:28:11

સાધુએ ધનનો સંગ્રહ ન કરવો જોઇએ. શિક્ષાપત્રીમાં ભલે ભગવાન સ્વામિનારાયણે આ ઉપદેશ આપ્યો હોય પરંતુ કદાચ આ સંદેશ કેટલાંક સાધુઓ ભૂલી ચૂક્યા છે. રાજકોટના આત્મીય યુનિવર્સિટીના ત્યાગવલ્લભ સ્વામી સામે રૂ.33.60 કરોડની છેતરપિંડીનો કેસ નોંધાયો છે. પોલીસે સ્વામી સહિત 5 લોકો સામે કરોડોના કૌભાંડની ફરિયાદ નોંધી છે. પોતાની વિરૂદ્ધ ફરિયાદ દાખલ થતાં જ સ્વામી ત્યાગવલ્લભ ભુગર્ભમાં ઉતરી ગયા છે. જોકે ધરપકડથી બચવા ત્યાગવલ્લભ સ્વામી સહિત તેમના મળતીયાઓએ કોર્ટમાં આગોતરા અરજી કરી છે. જેના પર સોમવારે સુનાવણી હાથ ધરાશે. પોલીસે ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને બેંક તથા ચેરિટી કમિશનરની ઓફિસ પાસે આત્મીય ટ્રસ્ટના આર્થિક વ્યવહારોની વિગતો માંગી છે.આત્મીય યુનિવર્સિટીના નામે કરોડોના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ ત્યાગની મૂર્તિ એવા ત્યાગ વલ્લભ સ્વામી અને તેમના મળતીયાઓ ફરાર થઇ ગયા છે. ગવલ્લભ સ્વામી જે ઓફિસમાં બેસીને કૌભાંડનો વહીવટ કરતા હતા તે ઓફિસના વેશદ્વાર પર મીડિયા સહિત તમામના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. એટલું જ નહીં માત્ર સ્ટાફ અને ખાસ અનુયાયીઓ સિવાય તમામની એન્ટ્રી પર રોક લગાવી દેવાઇ છે.તો ભક્તોને સેવાનો ઉપદેશ આપનાર ત્યાગવલ્લભ સ્વામી હાલ ક્યાં તે સવાલ સત્સંગીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે ટીવીનાઇની ટીમ તેમના નિવાસ સ્થાન આત્મીય ધામ ખાતે પહોંચી. જોકે અહીં પણ સન્નાટો જોવા મળ્યો.સંતો અને સેટિંગબાજોની ચહલપહલથી ધમધમતું આત્મીય ધામ આજકાલ સુમસામ ભાસી રહ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર 33 કરોડના કૌભાંડનો રેલો આવતા સ્વામીજી ફરાર છે અને ધરપકડથી નાસતા ફરે છે.

Download Our B K News Today App



Related News