અંબાજી ખાતે સહસ્ત્રચંડી મહાયજ્ઞની પૂર્ણાહૂતિ ઃ ૩૨.૧૦ લાખ ભક્તોએ દર્શન કર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-03 10:58:33
  • Views : 322
  • Modified Date : 2020-09-03 10:58:33

અંબાજી મંદિરના ચાચર ચોકમાં ૨૭ ઓગસ્ટથી ૨
સપ્ટેમ્બર સુધી સહસ્ત્રચંડી મહાયજ્ઞ મંદિર ટ્રસ્ટ તરફથી શરૂ કરવામાં આવ્યો હતો. જેની
પૂર્ણાહુતિ ભાદરવી પૂનમના રોજ કરવામાં આવી હતી.
શક્તિપીઠ અંબાજીમાં સૌથી વધુ માઈ ભક્તો ભાદરવી મહામેળા દરમિયાન આવતા હોય છે. અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી માઈ ભક્તો માટે પણ સુંદર દર્શન વ્યવસ્થાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. પરંતુ કોરોના વાયરસને લઈને અંબાજી મંદિર ખાતે ૨૦૨૦ ભાદરવી મહાકુંભનો પર્વ યોજાયો હતો નહીં અને લાખો માઇભક્તો અંબાજી ખાતે પગપાળા સંઘ અને ધજા લઈને આવી શક્યા ન હતા. ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી ૨૭ ઓગસ્ટથી ૨ સપ્ટેમ્બર સુધી માઈભક્તો માટે ગર્ભગૃહ, આરતી અને સહસ્ત્ર નવચંડી યજ્ઞના દર્શન ઓનલાઇન પ્લેટફોર્મ પર મૂકવામાં આવ્યા હતા. જેમાં લાખો માઇભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.

૩ સપ્ટેમ્બરથી માઈભક્તોને મા અંબાનો પ્રસાદ મળશે
અંબાજી મંદિર બંધ થયું હતું ત્યારથી આજદિન સુધી માતાજીના મંદિરમાં ભક્તો માટે પ્રસાદ વ્યવસ્થા બંધ કરવામાં આવી હતી. ત્યારે અનલૉક ૪ માં અંબાજી મંદિર ખાતે પ્રસાદની વ્યવસ્થા ૩ સપ્ટેમ્બરથી રાબેતા મુજબ શરૂ થવાની શક્યતાઓ છે. ૨ સપ્ટેમ્બરના રોજ ૬૪૫૦ પ્રસાદના પેકેટ અંબાજી મંદિરની પ્રસાદી કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા.

સહસ્ત્રચંડી મહાયજ્ઞની પૂર્ણાહુતિ
અંબાજી મંદિરની હવન શાળામાં સમગ્ર વિશ્વમાંથી કોરોનાનો કહેર ખતમ થાય તે માટે સહસ્ત્રચંડી મહાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો. જેની પૂર્ણાહુતિ ભાદરવી પૂર્ણિમાના રોજ યોજાઇ હતી. અંબાજી મંદિરના વહીવટદાર એસ. જે. ચાવડા પોતાની પત્ની સાથે હવનમાં બેઠા હતા. આ સાથે અંબાજી મંદિરના ચેરમેન સંદીપ સાંગલે પણ પોતાની પત્ની સાથે હવનમાં બેઠા હતા. અંબાજી મંદિરના સ્ટાફ અને બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત સહસ્ત્રચંડી મહાયજ્ઞની પૂર્ણાહુતિ હવન શાળામાં યોજાઈ હતી. જેમાં મા અંબાને નારીયેળ પણ હવનમાં હોમવામાં આવ્યું હતું, અંબાજી ખાતે પૂર્વ ગૃહમંત્રી પ્રફુલ્લ પટેલ આવ્યા હતા. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ ભરતભાઈ પાધ્યા પણ હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News