જિલ્લા પંચાયતમાં સાતમા પટેલ, ૩૧માં પ્રમુખ બનશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-17 10:44:41
  • Views : 380
  • Modified Date : 2021-03-17 10:44:41

ગાંધીનગર જિલ્લા
પંચાયતમાં ભાજપને સ્પષ્ટ બહુમતિ મળી છે. ભાજપે ૧૯ અને કોંગ્રેસને ૯ બેઠક મળતા હવે સત્તા ભાજપના હાથમાં આવી છે. ત્યારે આજે પ્રમુખ, ઉપપ્રમુખની વરણી કરાશે. મંગળવારે હોદ્દા માટે ઉમેદવારી કરાઇ હતી. જેમાં સાદરા બેઠકના દિલીપ પટેલે પ્રમુખ અને નાંદોલ બેઠકના ગુણવંતસિંહ ચાવડાએ ઉપપ્રમુમ માટે ઉમેદવારી કરી હતી. જિલ્લા પંચાયતમા ૭ પટેલ ૩૧મા પ્રમુખ બનશે.
કોંગ્રેસના ગઢને ભાજપે તહસનહસ કરી નાખ્યો છે. બહુમતિ સાથે જિલ્લામા ભાજપે ભગવો લહેરાવ્યો છે. ત્યારે નગરપાલિકાઓના હોદ્દેદારોની વરણી કરાયા બાદ આજે મંગળવારે જિલ્લા તાલુકાના હોદ્દેદારોના ફોર્મ ભરાયા હતા. જ્યારે બુધવારે તેમના નામ ઉપર મહોર લગાવવામાં આવશે. ગાંધીનગર જિલ્લા
પંચાયતના પ્રમુખ તરીકે ચંન્દ્રાલા ગામના વતની અને સાદરા બેઠક ઉપર વિજેતા બનેલા દિલીપભાઇ શામળભાઇ પટેલ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યુ હતુ. જ્યારે ઉપપ્રમુખ તરીકે સતત ત્રણ ટર્મથી વિજેતા બનતા નાંદોલ બેઠક અને ગામના વતની ગુણવંતસિંહ પીથુજી ચાવડાનંુ ફોર્મ ભરાયુ હતુ. કોંગ્રેસ પાસે બહુમતિ નહિ હોવાના કારણે સામે એક પણ ફોર્મ ભરાયુ નથી. જેને લઇને બંને ઉમેદવાર બિનહરીફ થશે.

Download Our B K News Today App



Related News