ONGCના અધિકારીનંુ જુઠ્ઠાણુ, મકાન ખોદતા ૩૦ વોલ્યુમ ઓઇલ નિકળ્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-24 11:45:49
  • Views : 291
  • Modified Date : 2020-12-24 11:45:49

કલોલ ગાર્ડન સિટીમાં મંગળવારે વહેલી સવારે એકાએક મકાનમાં ધડાકો થયો હતો. જેમાં બે મકાન જમીનદોસ્ત થઇ ગયા હતા. જ્યારે એક વ્યક્તિનું મોત થયુ હતુ. આ બનાવને લઇને આખુ જિલ્લા તંત્ર દોડતુ થઇ ગયુ હતુ. પરંતુ મહત્વની બાબત એ છેકે ઓએનજીસીના ઉતાવળીયા અધિકારીઓએ અહિયા કોઇ ગેસ લાઇન નથી, તેવુ બયાન આપ્યુ હતુ. આજે બુધવારે ખોદકામ કરતા જમીન નીચેથી ૩૦ વોલ્યુમ ઓઇલ નિકળ્યુ હતુ. જ્યારે સ્થાનિકો ન્યાયિક તપાસ માટે ધરણા પર બેઠા હતા.
સમગ્ર કલોલ શહેર ગેસની લાઇનો નીચે વસેલુ છે. દોઢ વર્ષ
પહેલા મકાનની દિવાલોમાંથી આગની જ્વાળાઓ નિકળતી હતી. પરંતુ જાડી ચામડીના અધિકારીઓ જાણે મોતનો જ્વાળામુખી જાેવા માગતા હોય તેમ તેમના પેટનુ પાણી હલ્યુ ન હતુ. આખરે મંગળવારે એક મકાનમાં ગેસનો જ્વાળામુખી ફાટતા નિર્દોષ યુવને જીવ ખોવાનો વારો આવ્યો છે. એસી ચેમ્બરમાં બેસીને લાખ્ખોનો પગાર મેળવતા અધિકારીઓ બનાવ બાદ જાેવા સુદ્ધા ફરક્યા ન હતા. જ્યારે ઓફિસમાં બેસીને પોતાની સફાઇ આપતો વિડીયો જાહેર કર્યો હતો.
પરંતુ વિડીયોમાં અધિધારીઓનું જુઠ્ઠાણુ સામે આવ્યુ છે.
બ્લાસ્ટમાં એક યુવકનુ મોત થયુ હતુ તેને ન્યાય મળે તે માટે સ્થાનિકો દ્વારા બુધવારે ધરણા કરવામાં આવ્યા હતા. સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હોવાના સમાચાર તંત્રને મળતા જ અધિકારીઓ દોડતા થઇ ગયા હતા. રહિશોની માંગણી બાદ મકાન ધરાશાઇ થઇ ગયુ હતુ, તે મકાનમાં બુધવારે ખોદકામ કરવામા આવ્યુ હતુ. મકાનના
પાયા સુધીનુ ખોદકામ કરતા જ નીચેની ભયંકર ઓઇલ નિકળતુ જાેવા મળ્યુ હતુ. જેમાં ભયજનક કહી શકાય તેવુ ૩૦ વોલ્યુમ સામે આવ્યુ હતુ. જ્યારે હજુ
પણ કામગીરી કરવામાં આવી રહી છે.

Download Our B K News Today App



Related News