ઊબડખાબડ રોડ, ખાડાને કારણે વાહનચાલકોને પીઠનો દુ:ખાવો-કરોડરજ્જુમાં ઈજાના કેસમાં 30 ટકાનો વધારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-09-08 19:18:54
  • Views : 157
  • Modified Date : 2024-09-08 19:18:54

વરસાદને કારણે શહેરના સંખ્યાબંધ રોડમાં ખાડા પડી ગયા છે કે ઉબડખાબડ થઈ ગયા છે. વાહનચાલકો માટે એમાં પણ ખાસ કરીને ટુવ્હીલર પર જતાં લોકો માટે આ રોડ પીઠનો દુ:ખાવો અને કરોડરજ્જુની સમસ્યા ઊભી કરે છે. વાહન પર પસાર થતી વખતે અચાનક વાહન ખાડા કે ખાડામાં પછડાય તો કરોડરજ્જુમાં ઈજા થવાનું સૌથી વધુ જોખમ રહેલું છે. વરસાદ પડ્યા પછી તૂટી ગયેલા રોડને કારણે કરોડરજ્જુની જૂની અને નવી ઈજાના કેસમાં અંદાજે 30 ટકાનો વધારો થયો છે. શહેરમાં મુખ્ય રોડ સારી હાલતમાં છે પણ અંતરિયાળ રોડ મોટા પ્રમાણમાં તૂટી ગયા છે. સિવિલની સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડો. પીયૂષ મિત્તલના જણાવ્યા અનુસાર હોસ્પિટલની ઓપીડીમાં વરસાદ પછી આવતાં કરોડરજ્જુની ઈજા અને પીઠના દુ:ખાવાના કેસમાં 10થી 15 ટકા વધારો થયો છે. સ્તવ્ય સ્પાઈન હોસ્પિટલના સર્જન ડો. ભરત દવેના જણાવ્યા અનુસાર, ખાડામાં પછડાવવાથી જર્ક આવવાને લીધે કમર અને ગરદનના મણકાને નુકસાન તેમજ ઓસ્ટીપોરોસીસથી પીડાતા દર્દીમાં તકલીફના કેસમાં 20થી 30 ટકાનો વધારો જોવા મળ્યો છે.કમરબેલ્ટ પહેરતા લોકો વાહન પર જતા હોય અને ખાડાને લીધે જર્ક આવે તો લિગામેન્ટ, સ્નાયુની ઈજા થાય છે

 

Download Our B K News Today App



Related News