અમરનાથની યાત્રાએ ગયેલા ગુજરાતના 30 લોકો ફસાયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-08 13:32:48
  • Views : 117
  • Modified Date : 2023-07-08 13:32:48

ગુજરાતમાંથી અમરનાથ યાત્રાએ ગયેલા ગુજરાતના 30 લોકો ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના યાત્રાળુ ત્રણ દિવસથી મોસમ ખરાબ થવાથી ફસાયા છે. આ 30 લોકોમાં 10 લોકો સુરતના છે. તો 20 લોકો વડોદરાના હોવાનું સામે આવ્યું છે.મળતી માહિતી અનુસાર યાત્રાળુઓના ગરમ વસ્ત્રો પલળી જતાં  છેલ્લા ત્રણ દિવસથી ફસાયા છે. જેના કારણે બિમાર પડી રહ્યા છે. સાથે જ ગરમ ચીજ વસ્તુઓના બમણા ભાવ પણ આપવા પડી રહ્યા છે. ત્યારે તમામ ગુજરાતીઓએ ગુજરાત સરકારને મદદ કરવા અપીલ કરી છે.અમરનાથની યાત્રાએ ગયેલા ગુજરાતના યાત્રાળુઓ ખરાબ વાતાવરણને કારણે ત્યાં ફસાયા છે. આ અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે. વિડીયોમાં વડોદરા 20 અને સુરતના 10 લોકો ફસાયા હોવાનું લોકો કહી રહ્યા છે તેમજ ત્યાં પાણી પડતા ટેન્ટમાં રહેલો સમાન પણ પલળી જતા લોકોને હાલાકી પડી રહી છે. ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો બાબા બર્ફાનીના દર્શને જતા હોય છેઅમરનાથની યાત્રા શરુ થતા જ ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો બાબા બર્ફાનીના દર્શને જતા હોય છે ત્યારે અહી ગુજરાતના યાત્રાળુઓ ખરાબ વાતાવરણના કારણે ફસાયા હોવાનો વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં લોકો કહી રહ્યા છે કે અહી બરફ પડે છે, પાણી પડે છે અને તાપમાન પણ માયનસમાં છે તેમજ ટેન્ટમાં પાણી પડતા લોકોના ગાદલા પણ પલળી ગયા છે.ગુજરાત સરકારને મદદ કરવા કરી અપીલ.યાત્રાળુએ બનાવેલા વિડીયોમાં જોઈ શકાય છે કે ટેન્ટમાં પાણી પડી રહ્યું છે, જેના કારણે ગાદલા સહિતનો સમાન પલળી રહ્યો છે. જેને લઈને લોકોને હાલાકી પડી રહી છે. વિડીયોમાં યાત્રાળુઓ કહી રહ્યા છે કે તેઓ અહી છેલ્લા ૩ દિવસથી ફસાયા છે. છોકરાઓ પણ સાથે છે. લોકોએ ગુજરાત સરકારને જલ્દીથી રેસ્ક્યુ કરવામાં આવે તેવી અપીલ પણ કરી છે.

Download Our B K News Today App



Related News