પાટનગરનો કરોડોપતિ નિવૃત્ત નાયબ મામલતદાર, ૧૨૨ ટકા વધુ આવક સામે આવી ગાંધીનગરના નિવૃત્ત નાયબ મામલતદાર પાસેથી ૩૦ કરોડ રૂપિયાની મિલ્કત મળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-21 11:08:24
  • Views : 241
  • Modified Date : 2021-01-21 11:08:24

ગાંધીનગર કલેક્ટર કચેરીમાં મામલતદાર તરીકે ફરજ બજાવી ચૂકેલા કર્મચારી સામે એસીબી દ્વારા વધુ સંપતિનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે
પરિવારના સભ્યો પુત્ર, પત્ની સહિત સામે
પણ વધુ સંપતિનો ગુનોં નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ એસીબી દ્વારા ઘર અને ઓફિસમાં પણ બુધવારે સર્ચ હાથ ધરાયુ હતંુ. જેમાં ૩૦ કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલ્કત મળી આવી હતી.
થોડા સમય પહેલા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા ગાંધીનગર કલેક્ટરને વર્ગ ૩ના કર્મચારી સામે તપાસ કરવા રજૂઆત કરી હતી. આ મુદ્દો ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો હતો. ત્યારે આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ એસીબી દ્વારા ગાંધીનગર કલેક્ટરીમાં ફરજ બજાવી ચૂકેલા નિવૃત મામલતદાર વિરમભાઇ લીલાભાઇ દેસાઇ સામે વધુ સંપતિનો ગુનો નોંધવામા આવ્યો છે. કચ્છ જિલ્લાના પીઆઇ દ્વારા ફરિયાદ દાખલ કરાવાઇ છે.  
જ્યારે અમદાવાદ એસીબીની ટીમ દ્વારા વિરમ દેસાઇના પરિવારજનોની પણ વધુ
સંપતિ મળી આવતા તેમની સામે પણ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. સૂત્રો
પાસેથી મળતી માહિતી મુજબ બીજી તરફ બુધવારે અમદાવાદ અને ગાંધીનગર એસીબીની ટીમ દ્વારા ઘર અને ઓફિસમાં સર્ચ હાથ ધર્યુ હતુ. અધિકારીઓ દ્વારા જમીન, દુકાન અને ઓફિસના ડોક્યુમેન્ટ તપાસવામાં આવ્યા હતા. જેમાં મોટા પ્રમાણમાં બેનામી
સંપતિ મળી હોવાનુ સામે આવી રહ્યું છે.

Download Our B K News Today App



Related News