રાત્રે બે વાગે વધારે પાણી છોડતા થરાદના ભોરોલ ગઢસીસર માઇનોર કેનાલમાં ૩૦ ફૂટનંુ ગાબડું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-20 11:57:34
  • Views : 317
  • Modified Date : 2021-01-20 11:57:34

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ભોરલ અને ગડસીસરની માઈનોર કેનાલમાં અડધી રાત્રે ગાબડું પડતાં ચારે બાજુના ૧૫ હેક્ટરથી વધારે ખેતરમાં પાણી વાળવા બોટમાં ફેરવાયા. તેમજ થરાદ તાલુકાના વિસ્તારમાં રોજેરોજ કેનાલો તૂટવાના બનાવો આવી રહ્યા છે. અને ખેતરોમાં પડેલો સુકો ઘાસચારો સહિત ઉભેલો
પાક નષ્ટ થઈ રહ્યો છે. આથી વારંવાર તૂટતી કેનાલોથી ખેડૂતો દેવામાં પાયમાલ થયા છે. ત્યારે ખેડૂતોએ આક્રોશ ઠાલવીને સહાયની માગણી  સરકાર પાસે કરી હતી.  
થરાદની ગઢસીસર માઇનોર કેનાલમાં ૨૦ ફૂટનું ગાબડું આજુબાજુના ૧૦ ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. થરાદની ગઢસીસર માઇનોર કેનાલમાં ભોરોલ પાસે ૨૦ ફૂટનું ગાબડું પડતા આજુ બાજુના ૧૦ ખેતરોમાં પાણી ફરી વળતા ખેતરોમાં ઉભેલા રાયડો અને જીરાના પાકને
વ્યાપક નુકશાન થવાની સંભાવના રહેલી છે.  થરાદ વાવ પથકમાં કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત રહ્યો એક બાજુ અત્યારે શિયાળુ પાકને
પાણીની ખૂબ જરૂર હોય છે. ત્યારે અમુક વિસ્તારોમાં  કેનાલોમાં પાણી ન આવતા હોવાથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ કેનાલોમાં વધુ પડતું પાણી છોડવાના કારણે કેનાલોમાં
પાણી ઓવરફ્લો થાય છે. જેથી હલકી ગુણવતાના કારણે કેનાલો તૂટી રહી છે. જેમાં ગત ૨૪ કલાક પહેલા વાવ પંથકમાં બે ગાબડાં પડયા હતા. ત્યારે  ફરી એકવાર થરાદ તાલુકાના ગઢસીસર માઇનોર કેનાલ મંગળવારે વહેલા સવારે ભોરોલ ગામ પાસે કેનાલમાં ૨૦ ફૂટનું ગાબડું પડતા આજુબાજુમાં આવેલા ૧૦ ખેતરોમાં પાણી ફરી  વળતા ખેતરોમાં  ઉભેલા રાયડો જીરાના પાકમાં પાણી ફરી વળતા ઉભેલા પાકને વ્યાપક નુકસાન થવાની સંભાવના રહેલ છે. આ અંગે ખેડૂતોને ભારે આક્રોશ હતો કે નર્મદાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે કેનાલોની હલકી ગુણવતા વાળું બાંધકામ કરવામાં આવતા કેનાલો વારંવાર તૂટવાના બનાવો બને છે. એવા આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ મીડિયાના માધ્યમથી  નર્મદા વિભાગના અધિકારીઓને જાણ કરતાં  નર્મદા વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી અને ખેડૂતોએ નર્મદા વિભાગના અધિકારીઓને ખેડૂતોએ વળતર માટે  રજૂઆત કરી હતી. જેને લઈને નર્મદા વિભાગના અધિકારીઓએ ખેડૂતને  આપ્યું આશ્વાસન ખેડૂતોના પાકને થયેલા નુકસાનનો સર્વે કરી અને વળતર આપવાની  ખાતરી આપી હતી.

Download Our B K News Today App



Related News