દાંતીવાડા તાલુકાના ગોઢ ગામ નજીક નદીમાં ન્હાવા પડેલ ત્રણ યુવાનો મોતને ભેટ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-24 11:59:39
  • Views : 627
  • Modified Date : 2020-05-24 11:59:39

બનાસનદીમાં ન્હાવા પડેલા છ યુવકોમાંથી ત્રણ યુવકોનું ડૂબતા મોત નીપજયું હતું. બનાવના પગલે ડીસા તાલુકા
પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે
પહોંચી મૃતકોની લાશને પી એમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોના વાયરસના કહેર વચ્ચે બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાં આવેલ ગોઢ ગામની બનાસ નદીમાં ન્હાવા પડેલા છ યુવકોમાંથી ત્રણ યુવકોના મોત નિપજ્યા છે. બનાસનદીમાં ન્હાવા પડ્‌યા બાદ નદીના
પાણીમાં ફસાઇ જવાથી ત્રણેય યુવકો ડુબી ગયા હતા. ઘટનાની જાણ થતા આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્‌યા હતા. સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક નદીમાં ઉતરી મહામહેનતે ત્રણેયના મૃતદેહ બહાર નીકાળ્યા હતા. યુવકોના મોતની જાણ થતાં ત્રણેયના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા હતા.
બનાસકાંઠા જિલ્લાની બનાસ નદીમાં ન્હાવા પડેલા ત્રણ આશાસ્પદ યુવકોના મોત નિપજ્યા છે. પ્રાથમિક તપાસમાં ત્રણેય યુવકો ડીસા તાલુકાના રાણપુર ગામના હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. એક જ ગામના ત્રણ યુવકોના મોતથી પંથકમાં ખળભળાભ મચી ગયો હતો. બપોરે ત્રણ વાગ્યા આસપાસ
દાંતીવાડા તાલુકાના ગોઢ ગામે ડેમના ગેટ રીપેરીંગ કરવાનું હોવાથી પાણી છોડાયુ હતુ. જેમાં આ ત્રણેય યુવાનો ન્હાવા પડ્‌યા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર થોડા દિવસ અગાઉ જ દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યુ હતુ. ત્યારે
દાંતીવાડાના ગોઢ ગામ પાસેથી પસાર થતી કેનાલમાં ન્હાવા
પડેલ ત્રણ આશાસ્પદ યુવકો ડુબ્યા હતા. જોકે એક જ ગામના ત્રણ લોકો ડુબી જતા ગામ સહિત પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે. ઘટનાને લઇ ડીસા તાલુકા પોલીસે ઘટનાસ્થળે
પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News