બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં એક મહિનામાં ત્રણ વાર કેનાલ ઓવરફ્લો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-07 11:07:17
  • Views : 332
  • Modified Date : 2020-12-07 11:07:17

બનાસકાંઠાના સરહદી વિસ્તારના વાવ તાલુકાના ટડાવ ગામની સિમમાંથી પસાર થતી રાબડીપાદર માઇનોર કેનાલ એક ચાલુ સિઝનમાં એકજ જગાએ એકજ ખેતરમાં ત્રણ વાર ઓવરફ્લો થતા તૈયાર કરેલ જીરાના પાકમાં પાણી ફરી વળતા ખેડૂત પરેશાન થઈ ઉઠયા છે.
બનાસકાંઠાના સરહદી રણ ને અડીને આવેલા ગામડાઓમાં સિયાળુ સિઝન ચાલુ થતાજ કેનાલો ક્યાંક તૂટે છે તો ક્યાંક
પાણી નથી મળતું જયારે વાવ તાલુકાના ટડાવ ગામની સિમમાંથી પસાર થતી
રાબડીપાદર માઇનોર એક માં વધારે પડતું પાણી છોડવાથી એકજ જગ્યાયે એક મહિનામાં ત્રણ વાર ઓવરફ્લો થઈ છે ગેટમેનના કારણે વધાર પડતું
પાણી છોડવાથી ઓવરફ્લો થાય છે તેવા ખેડૂતે આક્ષેપો કર્યા છે. ટડાવ ગામની સિમમાંથી પસાર થતી રાબડીપાદર માઇનોર એક માં છેલ્લા એક મહિમા ત્રણ વાર ઓવરફ્લો થઈ છે ઓવરફ્લો થતાંજ ખેડૂતે તૈયાર કરેલ જીરાના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતને નુકસાન વેઠવાનો વારો આવે છે જયારે ખેડૂત પીરાભાઈ રબારીએ જણાવ્યું હતું કે આ કેનાલ એકજ મહિના માં ત્રણ વાર ઓવરફ્લો થતા તૈયાર કરેલ જીરાના પાકમાં પાણી ફરીવળતા મોટા
પ્રમાણ માં નુકસાન વેઠવું પડે છે અને ઓવરફ્લો થતી કેનાલ અમારે જાતે રીપેરીંગ કરવી પડે છે જેથી અમારી માંગ છે કે અમને થયેલ નુકસાનનું વળતર આપે તેવી માંગ છે.

Download Our B K News Today App



Related News