જસદણના ગીતાનગર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડા શાખાના ATMનું બોક્સ ખોલી તેમાંથી અજાણ્યા 3 શખ્સોએ રૂ.17.33 લાખની રોકડ ચોરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-18 13:47:09
  • Views : 184
  • Modified Date : 2022-09-18 13:47:09

 

 

જસદણના ગીતાનગર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડા શાખાના ATMનું બોક્સ ખોલી તેમાંથી અજાણ્યા 3 શખ્સોએ રૂ.17.33 લાખની રોકડ ચોરી કરી લીધી હતી. જેની ફરિયાદ શાખાના ચીફ મેનેજર દ્વારા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આ બનાવમાં પોલીસે શાખાના ચીફ મેનેજર પિન્ટુકુમાર રુદ્રનારાયણ મિશ્રાની ફરિયાદના આધારે રાજકોટના ત્રણ શંકાસ્પદ શખ્સની શોધખોળ હાથ ધરી છે. ત્રણ શખ્સોમાંથી એકે તો માત્ર બે જ મિનિટમાં ATMનું મશીન ખોલી નાખ્યું હતું અને 17.33 લાખની ચોરી કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને જેને જોઈ તમે પણ દંગ રહી જશો અને સવાલ થશે કે ગઠિયાએ કેવી રીતે પળવારમાં મશીન ખોલ્યું.

બેંકના ચીફ મેનેજરે જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાવી
પિન્ટુકુમારે ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું જસદણ ખાનપર રોડ ગીતાનગર પર આવેલ બેંક ઓફ બરોડા શાખામાં ચીફ મેનેજર તરીકે ફરજ બજાવું છું. તેમજ હાલ બેંકના જોઇન્ટ મેનેજર તરીકે રવીન્દ્ર ભાસ્કર ફરજ બજાવે છે અને અમારી આ શાખાની બાજુમાં બેંક ઓફ બરોડાનું ATM આવેલું છે. જેમાં ATMમાં કેશ નાખવાવાળી એજન્સી તરીકે અમારી કોર્પોરેટ ઓફિસ મુંબઇથી સેન્ટ્રલાઇઝ કોન્ટ્રક્ટ આપવામાં આવે છે અને જસદણ બેંક ઓફ બરોડા ખાતે કેશ નાખવા માટે કોન્ટ્રેક્ટ સિક્યોર વેલ્યુ એજન્સી પાસે કોન્ટ્રક્ટ છે અને જેમાં રાજકોટના રવીન્દ્ર ગોસ્વામી લોકેશન ઇન્ચાર્જ છે. તેમજ સમગ્ર ગુજરાતના ઇન્ચાર્જ કમલેશ ઠાકોર છે.


15 સપ્ટેમ્બરના રોજ જસદણ ખાનપર રોડ ગીતાનગર ખાતે આવેલ બેંક ઓફ બરોડામાં બ્રાન્ચ ખાતે હાજર હતો ત્યારે અમારી બેંકની બાજુમાં અમારું બેંક ઓફ બરોડાનુ ATM આવેલું હોય ત્યા સાંજના 6 વાગ્યે રાજકોટ ખાતેથી કોડીયલ રવીન્દ્ર ગોસ્વામી તથા જયપુરી ગોસ્વામી બન્ને ફરિયાદ અંગે આવ્યા હતા અને વાત કરી કે તેઓ એ ATM મશીન ખોલેલ હતું. ત્યારે મશીનમાં જેટલા પૈસા હોવા જોઇએ તેટલા પૈસા ન હતા. આથી અમારે સીસીટીવી કેમેરા ચેક કરવા છે.


6 સપ્ટેમ્બરના રોજ ATMમાં બેલેન્સ રૂ.27,500 હતુ અને અમે રૂ.25 લાખ નાખ્યા હતા. ATMમાં કુલ રૂ.25.27 લાખ બેલેન્સ હતું અને જેમાં કસ્ટમરે ATM મારફતે રૂ.7,94,000 ઉપડ્યા હતા અને તેમાં હાલ સિસ્ટમના હિસાબે ATMમાં રૂ.17,33,500 હોવા જોઈએ. પણ તેમાં રૂ.500 જ છે અને હાલ જેટલા હોવા જોઇએ તેટલા પૈસા નથી. જેથી રાજકોટથી પૈસા નાખવા આવેલા કસ્ટોડિયલના માણસોએ તથા અમોએ કેમેરા ચેક કર્યા હતા. કેમેરામાં ગત 6 સપ્ટેમ્બરના રાત્રિના કોઇ અજાણ્યો શખ્સ ATMમાં આવીને ચાવી વડે ખોલીને તેમાં પાસવર્ડ નાખીને પૈસા કાઢી ગયાનું કેમેરામાં રેકોર્ડિંગ થઇ ગયું હતું. જેથી આ બાબતે અમારી સિક્યોરીટી ઓફિસર રાજકોટ તથા રિજનલ ઓફિસ અને ઝોનલ ઓફિસ રાજકોટ ખાતે ફોનથી તથા ઇ-મેઈલ કરી બનાવ મામલે જાણ કરી હતી.


6 સપ્ટેમ્બરે જયપુરી ગોસ્વામી અને મયૂર બગડા બેલેન્સ નાખી ગયા હતા
રવીન્દ્ર ગોસ્વામીએ અમને વાત કરી હતી કે, 6 સપ્ટેમ્બરના રોજ જયપુરી ગોસ્વામી તથા મયૂર બગડા બેલેન્સ નાખવા આવ્યા હતા અને તે અગાઉ 16 ઓગસ્ટના રોજ મયૂરસિંહ ઝાલા તથા મયૂર બગડા આવેલા હતા. આ ATM જૂનું મશીન હોય જેથી ઇ-સર્વેલન્સ સિસ્ટમ એક્ટિવ નથી અને ATMમાં બેલેન્સ બાબતે મુંબઇ બ્રાન્ચથી વેલ્યુ એજન્સી ખાતે જાણ થઈ ત્યારે તેઓ રાજકોટ એમ.જી. રોડ ખાતે કરન્સી ચેસ્ટ બ્રાન્ચ ખાતેથી રિક્વેસ્ટ ફોર્મ ભરીને કરન્સી કંપનીની ગાડીમાં લઇ આવે છે.

 

ચોરીમાં બેલેન્સ નાખનાર ત્રણ શખસોનો હાથ હોવાની શંકા
ત્યારબાદ કરન્સી બ્રાન્ચમાં વિગત મેળવતા 6 સપ્ટેમ્બરના 25 લાખ બેલેન્સ નાખેલ તે તમામ નોટો રૂ.500ના દરના હતી. અગાઉ રૂ.27,500નું બેલેન્સ હતું. તેમાં 2000ના દરની 2 નોટો હતી 47 નોટો રૂ.500ના દરની હતી એ આ ATMમાંથી ચોરી થઈ હતી. 3458 નોટો રૂ.500ના દરની તથા 2 નોટો રૂ.2000ના દરની નોટોની 6 સપ્ટેમ્બરના કોઇ અજાણ્યો શખ્સ અમારી શાખાના ATMમાં પ્રવેશ કરી કવર ચાવીથી ખોલી તેમાં ડિજિટલ લોક હોય જે લોક 12 ડીજીટના પાસવર્ડ હોય તે પાસવર્ડ નાખી ATMનું કેશ રાખવાનું બોક્સ ખોલી તેમાં રહેલી કુલ રોકડ રકમ રૂ.17,33,000ની ચોરી થઈ હોવાની ફરિયાદ જસદણ પોલીસ મથકમાં નોંધાઈ છે. કેશ બોક્સના 12 આકડાના પાસવર્ડ પૈકી બે વ્યક્તિ પાસે 66 ડિજિટ હોય અને હાલ આ પાસવર્ડ મયૂરસિંહ ઝાલા, મયૂર બગડા અને જયપુરી ગોસ્વામી સિવાય બીજા કેઇ પાસે ન હોય જેથી ત્રણેય ઉપર શંકા છે. આ મામલે સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News