મોદીની રેલીમાં પહોંચ્યા તેના એક કલાક પહેલાં ભાજપમાં જોડાયાં મિથુન ચક્રવર્તી, બંગાળમાં સ્ટાર પ્રચારકની જવાબદારી સોંપી શકે છે પાર્ટી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-07 13:28:52
  • Views : 273
  • Modified Date : 2021-03-07 13:28:52

    કોલકતાના બ્રિગેડ ગ્રાઉન્ડ ખાતે બપોરે 2 વાગ્યાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મેગા રેલી યોજાશે. ભાજપનો ટાર્ગેટ અહીં 10 લાખથી વધુ લોકોની ભીડણે એકત્રિત કરવાનો છે. રેલી માટે 3 સ્ટેજ બનાવવામાં આવ્યા છે.અહીં ઉત્તર બંગાળથી આવતી 3 ટ્રેનોથી સમર્થકો પહોંચ્યા છે. સર્વત્ર જગ્યાએ માત્ર જય શ્રી રામની ગુંજ સંભળાઇ રહી છે.અભિનેતા મિથુન ચક્રવતી સ્ટેજ પર પહોંચ્યા છે. બંગાળના ભાજપ પ્રભારી કૈલાશ વિજય વર્ગીયએ મિથુનનું સ્વાગત કર્યું. લોકોએ નારા લ્લગાવ્યા. મિથુને ગયા મહીને જ સંઘ સુપ્રીમો મોહન ભગવાટ સાથે મુલાકાત કરી હતી.

    ગ્રાઉન્ડમાં જે 3 સ્ટેજ બનાવાયા છે તેમાંથી એક પર મોદી રહેશે. બીજા પર મિથુન જેવી સેલિબ્રિટિઝ. ત્રીજુ સ્ટેજ બંગાળના સ્થાનિક નેતાઓ માટે રાખવામા આવ્યું છે. તેના પર 50થી વધુ નેતાઓ ઉપસ્થિત રહેશે.મોદીના આગમન પહેલા દેશભક્તિના ગીતો વગાડવામાં આવી રહ્યા છે. લોકોને કેસરી ટોપી અને ખેસ આપવામાં આવી રહ્યા છે.મેદાનમાં ફક્ત મોદીના પોસ્ટરો જ દેખાય છે. કોઈપણ સ્થાનિક નેતાનો ફોટો બ્રિગેડ ગ્રાઉન્ડ પર નજરે પડી રહ્યો નથી.

Download Our B K News Today App



Related News