કડીમાં કોલ્ડ સ્ટોરેજમાં 3 તસ્કરો ત્રાટક્યા, 3 લાખથી વધુની ચોરી કરી, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 15:06:01
  • Views : 237
  • Modified Date : 2021-03-09 15:06:01

    કડી તાલુકામાં એગ્રો કોલ્ડ સ્ટોરેજમાંથી 3.20 લાખની ચોરી થયાની ઘટના સામે આવી છે. ગઇકાલે મધરાત્રે 1 વાગ્યાની આસપાસ અજાણ્યાં ઇસમોએ કોલ્ડ સ્ટોરેજમાં પ્રવેશી ઓફિસનું તાળું તોડ્યું હતુ. જે બાદમાં અંદરથી લાકડાના કબાટના ડ્રોવરમાંથી રોકડ રકમ રૂ.3.20 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. બીજી બાજુ આસપાસના અન્ય 2 કોલ્ડ સ્ટોરેજોમાં પણ ગઇકાલે રાત્રે ચોરી થયાનું સામે આવ્યુ છે.

    મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઘુમાસણમાં આવેલા મંત્રી એગ્રો કોલ્ડ સ્ટોરેજમાં 3.20 લાખની ચોરીની ઘટના સામે આવી છે. ગઇકાલે વેપારી રમેશભાઇ પટેલે માલ વેચાણની સેસ રકમ રૂ.3 લાખ 20 હજાર ઓફીસના લાકડાના કબાટમાં મુકી હતી. વહેલી સવારે ઓફીસ ખોલતાં તાળું તુટેલું જોવા મળ્યું હતું. જેને લઇ ચોંકી જઇ વેપારીએ તપાસ કરતાં અંદર બધો સામાન અસ્ત-વ્યસ્ત જોવા મળ્યો હતો. તેમજ લાકડાના કબાટમાં મુકેલી રૂ. 3 લાખ 20 હજારની રકમ ચોરી થઇ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આ ચોરીની સમગ્ર ઘટના ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. કડીના ઘુમાસણના કોલ્ડ સ્ટોરેજમાં ચોરીની ઘટનાને લઇ વેપારીએ અજાણ્યાં 3 ઇસમ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.


Download Our B K News Today App



Related News