ડીસામાં લુડો ગેમ ઉપર જુગાર રમતાં ત્રણ શખ્સ ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-04 12:07:15
  • Views : 5433
  • Modified Date : 2020-11-04 12:07:15

ડીસા રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ જલીયાણા કોમ્પલેક્ષમાં આવેલ દુકાન આગળથી મોબાઇલમાં લુડો ગેમ ઉપર જુગાર રમતાં  ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. જેમની પાસેથી કુલ રૂ.૨૧,૫૦૦/- ના મુદ્દામાલ ડીસા શહેર દક્ષિણ પોલીસે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ.ટી.એચ.પરમાર સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા.  દરમ્યાન પો.કો. મહમંદમુજીબ અબ્દુલગફારને મળેલી બાતમીના આધારે ડીસા-
પાટણ હાઇવે ઉપર આવેલ જલીયાણા કોમ્પલેક્ષમાં દુકાન નં એસ.૧૯ ની આગળ ખુલ્લામાં તહોદારો ભેગા મળી ગોળ કુંડાળુવળી મોબાઇલમાં લુડો ગેમ ઉપર હારજીતનો પૈસા વડે જુગાર રમી રહ્યા હતા. જ્યાં પોલીસે દરોડો પાડતા ત્રણ શખ્સો ઝડપાઇ ગયા હતા.  તેઓની પોલીસે અંગઝડતી લેતા રોકડ રકમ રૂ.૬૫૦૦/- તથા મોબાઇલ નંગ-૦૩ કિં.રૂ.૧૫૦૦૦ એમ મળી કુલ રૂ.૨૧,૫૦૦/-નો મુદામાલ કબ્જે કરી જુગાર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News